હાઈવે પર પેટ્રોલિંગમા રહેલી ટંંકારા પોલીસની નજર સામેથી લજાઈ ચોકડી પાસેથી બે યુવાનો સફેદ કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી તલાશી લેતાં પોલીસને ૬૬ વિદેશી દારૂની બોટલ હાથ લાગતા પોલીસ કાફલો ચોંકી ઉઠ્યો હતો. સ્થળ પરથી મુદ્દામાલ સાથે કારમા સવાર ટંકારાના બે તરવરિયા યુવાનોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂની હેરાફેરીમાં નાની ઉંમરથી જ જોતરાઇ જતા યુવાનો આગળ જતાં ક્યા માર્ગે જશે એ સમાજ માટે ચિંતાનો વિષય બની શકે.
રાજકોટ મોરબી હાઈવે ઉપર ટંકારાના પોલીસ સબ ઈન્સપેકટર બી.ડી.પરમાર, સ્ટાફના નગીનદાસ નિમાવત, મયુર ઝાંપડા, સિધ્ધરાજ જાડેજા, વિપુલભાઈ બાલાસરા, સિધ્ધરાજસિંહ રાણા, ખાલીદખાન, હિતેષ ચાવડા, રાહુલ છૈયા સહિતના પોલીસ કાફલા સાથે હાઈવે ઉપર પેટ્રોલીંગમા નિકળ્યા હતા એ દરમિયાન લજાઈ ચોકડી પાસે પોલીસની નજર સામેથી કાર બેફામ સ્પીડથી પસાર થતાં શંકાસ્પદ લાગતા અટકાવી તલાશી લેતા કારમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-66 કિંમત રૂ.16950 મળી આવતા પોલીસ કાફલો ચોંકી ઉઠ્યો હતો. સ્થળ પરથી વિદેશી દારૂ સાથે કાર સહિત રૂ. 3,16,950/-ના મુદ્દામાલ સાથે કારમા બેઠેલા પનારા રવિ ગુણવંતભાઈ રાવળદેવ, ટંકારા અને ખલીફા વસીમ અજીતભાઈ સાંજી, ટંકારાવાળા બંને લવરમુછીયાને ઝડપી લઈ પુછતાછ કરતા બંને યુવકોએ દારૂનો જથ્થાનો હવાલો કિરીટભાઈ પાસેથી લઈ લજાઈ ગામે ભગીરથસિંહને પહોંચાડવાની ટ્રીપ કરવા જતા હોવાની કબુલાત આપતા પોલીસે ચારેય શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.