તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ટંકારાના બે શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા

ટંકારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન

શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરતા ગુરૂજનોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનિત કરવાના યોજાયેલા કાર્યક્રમમા ટંકારા તાલુકાની જીવાપર પ્રાથમિક શાળાના શિક્ષક નિશાંતભાઈ ડોડિયા અને નેકનામ કન્યા શાળાના શિક્ષિકા વિધિબેન પટેલને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.

શિક્ષક દિન કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભા શાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર અંતર્ગત વર્ષ 2020-21 ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતુ જેમા, ટંકારા તાલુકાના કુલ 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પ્રતિકરૂપે સન્માન માટે જબલપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ફેન્સી અલ્પેશભાઈ પાણનુ સન્માન કરવામા આવ્યુ હતુ. આ તકે, તા. પ્રા. શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, તા. પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ છાંયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી, શાળા નિરીક્ષક કૌશિકભાઈ પટેલ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...