તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા પરમો ધર્મ:ટંકારા પંથકના પરોપકારની બે કહાની

ટંકારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક

પર્યાવરણનું કરીશું જતન : ટંકારાની ખાનગી શાળા ઇમર્જન્સી વાન સહિતની સેવા આપે છે, બદલામાં વૃક્ષારોપણના લેવડાવે છે શપથ
કોરોના પોઝિટિવ દર્દીઓને ટંકારામાં સારવાર મળી શકે તેમ ન હોવાથી અન્ય જિલ્લા મથકે હોસ્પિટલમા જીવ બચાવવા ઓક્સિજન સુવિધા સાથે ખાનગી વાહન દ્વારા પહોંચાડવા આર્ય વિદ્યાલય નામની શાળા વિના મૂલ્યે સેવા આપે છે. સેવાના બદલામા દર્દીના પરીવાર પાસે વૃક્ષારોપણ કરવાના શપથ પણ લેવડાવે છે. ટંકારા તાલુકા સામે સરકાર, નેતાઓ નજર પણ નાખતા નથી અને દર્દીઓ ભટકી રહ્યા છે.

બેડ મેળવવા જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ, અમદાવાદ જવા ભાગદોડ કરે છે. ત્યાં પહોંચ્યા બાદ પણ હોસ્પિટલ બહાર લાંબી લાઈનો હોય છે. ત્યારે આર્ય વિદ્યાલયમ્ શાળાના સંચાલકોએ દર્દીઓને અન્ય શહેરોમા પહોંચાડવા વાહનમા પ્રાણવાયુ સાથે સેવા શરૂ કરી છે અને સેવાના બદલામા દર્દીના સગા પાસે વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન કરવાના શપથ લેવડાવી ઉત્તમ માનવસેવા કરી રહ્યા છે.

સંચાલકો દ્વારા ઓક્સિજન સિલિન્ડર 10 કલાક પુરતી અન્ય વ્યવસ્થા થાય ત્યાં સુધી આપવામા આવે છે. અત્યાર સુધીમા 80થી વધુ દર્દીને સારવાર માટે પ્રાણવાયુની બોટલ સેવાની મદદ કરી ચુક્યા છે.સેવાની મહેંકને મહેંકતી રાખવા પ્રમુખ માવજીભાઈ દલસાણીયા ઉપરાંત બાલાજી ગ્રુપના જગદીશભાઈ પનારા સહિતના આર્થિક યોગદાન આપી રહ્યા છે.

આજીવિકા સેવામાં સમર્પિત : હડમતિયાના પરિવારે આંગણામાં લીંબુનું ઉપવન કોરોનાના દર્દીઓની મદદ માટે ઉઘાડું મૂકી દીધું
હાલ સમગ્ર માનવજાત ક્રુર કોરોના કહેરની લપેટમા આવી જઈને ભારે વ્યથિત છે.આવા કપરા સમયે ટંકારા તાલુકાના હડમતીયા ગામના વાડી વિસ્તારમા વસતા કોળી ઠાકોર જ્ઞાતિના ગરીબ પરિવારે ટુંકી ખેતીમા બગીચો બનાવી તેમા લીંબુનુ આજીવિકા માટે વાવેતર કર્યું હતુ, પરંતુ હાલની કોરોના મહામારીથી દ્રવી ઉઠી પોતાની આજીવિકાની ચિંતા છોડીને આખું ઉપવન કોરોના પિડીત દર્દીઓ માટે ખુલ્લો મુકી દઈ તદ્દન મફત લીંબુ વિતરણ કરી રહ્યા છે.

પરીવારના મોભી વિજયભાઈ સીતાપરા પોતે ગામડામા છૂટક ઈલેક્ટ્રોનિક રીપેરિંગ કામ કરી પરીવારનો જીવન નિર્વાહ કરે છે. કારમી મોંઘવારીમા બે છેડા ભેગા કરવા તેમના પત્ની સુમિત્રાબેન ઘર આંગણે શાકભાજી વાવી પતિને મદદરૂપ થાય છે. દંપતી પોતાના બે સંતાન સંદીપ અને નાવ્યાનુ સારી રીતે લાલન પાલન થાય એટલે પંડ ઘસી રહ્યા છે.

હાલ ઘરના બગીચામા ૪૦ થી ૫૦ જેટલા લીંબુના ઝાડ વાવ્યા છે. પરંતુ હાલ કોરોનાએ માઝા મુકતા સમગ્ર ઠાકોર પરિવારનુ હૃદય મોતના તાંડવથી હચમચી ઉઠ્યું હતું. અને પરિવારે લીંબુનું ઉપવન કોરોના પિડીત દર્દીઓની સેવામા ખુલ્લો મુકી દીધું હતું. બગીચામા રોજ ઉતરતા લીંબુ જેને જોઈએ તેમને મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો