ધરપકડ:ટંકારા હાઇવે પર પસાર થતી જીપમાંથી દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરાઇ

ટંકારા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ-મોરબી હાઈવે પર દારૂની હેરાફેરીનું નેટવર્ક વિસ્તર્યું

ટંંકારા પોલીસે હાઈવે પર સડસડાટ પસાર થતી બોલેરો થોભાવી તલાશી લેતાં જીપમાંથી દેશી દારૂના બાચકાં મળી આવ્યા હતા. પોલીસે બોલેરો જીપ સહિત દેશી દારૂના જથ્થા સાથે ચાલકને પકડી પાડી રાબેતા મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જોકે, પોલીસે અગાઉ પણ અનેક વખત દારૂની હેરાફેરી પકડી છે. પરંતુ નેટવર્કનો પડદો પોલીસ ચીરી શકતી ન હોવાથી પોલીસની કામગીરી ચર્ચાની એરણે ચડી છે. ટંકારા પોલીસ સ્ટાફ સાથે અજમાયશી પોલીસ ઈન્સપેકટર એન.એ.વસાવા હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

એ દરમિયાન ધોરીમાર્ગ પર લતીપર ચોકડી પાસેથી સડસડાટ કરતી બોલેરો જીપ નં. જી.જે.૧૩ એ. ટી. ૨૬૨૫ પસાર થતા પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે હાથનો ઈશારો કરી થોભાવી હતી. અને જીપની તલાશી લેતા બોલેરોમાંથી ૩૫૦ લીટર જેટલા દેશી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા. પોલીસે દેશી દારૂ રૂપિયા ૭૦૦૦/- ઉપરાંત બોલેરો કિંમત રૂપિયા ૩ લાખ સહિત ચાલક સુનીલ ભનુભાઈ સોલંકી તથા સાથે રહેલા પ્રફુલ્લ ગાંગજી ચાવડા રહે. જાળીયા તા.જી. રાજકોટને હિરાસતમા લીધા હતા.

જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનુ નેટવર્ક ભારે ફુલ્યુ છે. રાજકોટ મોરબી વચ્ચેના ૬૫ કિમીના હાઈવે ઉપર ટંકારા ક્રોસ કરી જવાય તો ક્યાંય કોઈ રોકનારૂં પણ ન હોય પોલીસનુ હાઈવે પેટ્રોલિંગ માત્ર નામ પુરતુ અને કાગળ ઉપર હોવાનુ દારૂના ધંધાર્થીઓ પામી ગયા હોય એમ હેરાફેરી કરવામા જોખમ ઓછું હોવાથી ધ્વનિ સંદેશ થી સંપર્ક કરી કોડવડૅ થકી દારૂની હેરાફેરી વધી રહી છે.

છતાં પોલીસ ગુનેગારોના અાવા નેટવર્કને ભેદી શકતી નથી એ નાકામિયાબી આંખે ઉડીને વળગે તેવી છે. હાથ આવેલા બન્ને શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ અગાઉ પણ અનેક હેરાફેરી ઝડપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...