વિદેશી દારૂના ભાવમા વધારો આવતા પ્યાસીઓ પ્યાસ છિપાવવા દેશીના રવાડે ચડ્યા હોય એવો નજારો ટંકારા પોલીસે દેશી દારૂ પકડતા સામે આવ્યો હતો. પેટ્રોલિંગમા રહેલી ટંંકારા પોલીસની નજર સામેથી પુરપાટ પસાર થયેલી કારેની તલાશી લેતા પોલીસને 565 લીટર દેશી દારૂ હાથ લાગતા કાફલો ચોંકી ઉઠ્યો હતો. સ્થળ પરથી મુદ્દામાલ સાથે કારમાં સવાર રાજકોટના બે શખ્સને ઝડપી લેતા દેશી દારૂનો જથ્થો રાજકોટથી સનાળા પહોંચાડાતો હોવાનુ નેટવર્ક ખુલ્યું હતું.
રાજકોટ મોરબી હાઈવે ઉપર પોલીસ સબ ઈન્સપેકટર બી. ડી. પરમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા, એ દરમિયાન કારની પોલીસને સ્પીડ શંકાસ્પદ લાગતાં તેને અટકાવી તલાશી લેતાં દેશી દારૂ 565 લીટર કિંમત રૂ.11,300/- મળી આવતા પોલીસ કાફલો ચોંકી ઉઠ્યો હતો.
દારૂના જથ્થા સાથે કાર સહિત રૂ. 2,61,300/- ના મુદ્દામાલ સાથે કારચાલક અજય ભાણા શિયાળ, લોહાણા પ્રશાંત રતીલાલ જસાણી ઝડપી લઈ પોલીસ મથકે લઈ આવી પુછતાછ કરતા બંને યુવકો દેશી દારૂનો જથ્થો રાજકોટથી પિન્ટુભાઈ અને સુનીલ કિશનભાઈ સોલંકીનો માલ મોરબીના સનાળા ગામે દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા, મોરબીના સુરેશ ઉર્ફે સુડો લખમણ થરેશાને પહોંચાડવા જઈ રહ્યા હોવાની કબુલાત આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.