સમસ્યા:ધ્રુવનગર નજીક ડેમી નદીમાં પાણી પીવા જતા બે મજૂરના ડૂબી જતાં મોત

ટંકારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારીની તલાશમાં આવેલા કાકા ભત્રીજાને નોકરી તો ન મળી, મોત ભાળી ગયું

ટંકારા તાલુકામા મજૂરી કામ ગોતવા નિકળેલા બે મારવાડી કાકા-ભત્રીજાને કામને બદલે ધ્રુવનગર ગામ નજીક આવેલી ડેમી નદીમાં પાણીની તરસ છિપાવવા જતા મોત મળ્યુ હતુ. બંને શ્રમિક હાલ મોરબીના જોધપર નજીક મચ્છુ નદી પાસે વસતા હોય કામ-ધંધો શોધવા પત્નિ સાથે નિકળ્યા હતા અને મારગમા આવતી ડેમી નદીમા પાણી પીવા જતા ભત્રીજો લપસતા તેને બચાવવા કાકા પાણીમા કૂદતા બંને મોતને ભેટયા હતા.

મોરબીના જોધપરનદી નજીક મચ્છુડેમ પાસે ઝુંપડુ બાંધી વસતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ખાડચીયાના મારવાડી દિનેશ નોનજી રાઠોડ( ઉ.૩૦) અને અર્જુન ભુપત રાઠોડ (ઉ.૨૭) બંને સંબંધમા કાકા - ભત્રીજા હોય સાથે છુટક મજુરીકામ કરી પરીવારનુ પેટીયુ રળતા હતા. હાલ નજીકમા કામધંધો ન મળવાથી બંને ઉપરાંત ભત્રીજા અર્જુનની પત્નિ સહિત ત્રણેય ટંકારા તાલુકામા મજુરીકામની તલાશમા આવ્યા હતા. તરસ લાગતાં ત્રણેય નદીકાંઠે આવ્યા હતા. નમીને પાણી પીતી વેળાએ ઓચિંતા અકસ્માતે પગ લપસતા નદીમા ખાબકયો હતો.અને ડુબવા લાગતા પત્નિની ચીસોથી કાકા દિનેશ ભત્રીજાને બચાવવા નદીમા કુદયો હતો.પરંતુ પાણી ઉંડુ હોવાથી પત્નિની નજર સામે બંને પાણીમા ગરક થયા હતા. બનાવ અંગે હતભાગી મહિલાની કારમી ચીસોથી દોડી આવેલા લોકો અને પોલીસ ફિરોજખાન પઠાણે શોધખોળ કરી બંન્ને યુવકોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...