ગ્રામ પંચાયત ચૂંટણી:ટંકારા પંચાયતમાં સરપંચપદ માટે જામશે ત્રિપાંખિયો જંગ, 22 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 80.46 ટકા મતદાન

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ટંકારા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતની ચુંટણીમા ૮૦.૪૬ ટકા મતદાન થયુ હતુ. સ્થાનિક ચુંટણીને લઈને ગ્રામ્ય મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતુ. જ્યારે, તાલુકાની સૌથી મોટી ગણાતી ટંકારા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જામનારા ત્રિપાંખિયા જંગમા ૭૮.૮૫ ટકા મતદાન થયુ હતુ.

આજે મંગળવારે પરીણામો જાહેર થશે. ટંકારા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતની યોજાયેલી ચુંટણીમા સરેરાશ ૮૦.૪૬ ટકા મતદાન થયુ હતુ. જેમા, ટંકારા તાલુકાની ૯૦૨૬ મતદારો ધરાવતી તાલુકાની સૌથી મોટી ગણાતી ટંકારા ગ્રામ પંચાયત ચુંટણીમા સરપંચ પદે ત્રણ ઉમેદવારો પોતાની પેનલના સભ્યો સાથે મેદાને ઉતર્યા હતા. અહિંયા ત્રિપાંખિયા જંગમા મતદારોમા સ્થાનિક ચુંટણી ને લઈ ને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટંકારામા ૧૪ વોર્ડમાં ૭૦૭૮ મતદારોએ મતદાન કર્યું હતુ.

તાલુકાની સૌથી મોટી ટંકારા ગ્રામપંચાયતમાં પડેલા મતોની વિગતો

1 ટંકારા
વોર્ડકુલ મતદારપડેલા મતટકા %
વોર્ડ 1+2122891174.19
વોર્ડ: 3+4112486777.14
વોર્ડ: 5+6122296278.72
વોર્ડ: 787478790.05
વોર્ડ: 873957077.13
વોર્ડ: 9+10119091676.97
વોર્ડ: 11+12110285677.68
વોર્ડ: 1366355784.01
વોર્ડ: 1488465273.76
2 જીવાપર107094488.22
3 હરીપર75166989.08
4 મિતાણા2553211083.32
5 છતર1572133785.02
6 ગણેશપર83774689.13
7 હરબટીયાળી1838152882.97
8 નેકનામ2876198468.17
9 રોહીશાળા1463103670.74
10 હિરાપર1277113889.17
11 નાનાખિજડીયા1870138774.37
12 નાનારામપર79264681.57
13 નસીતપર1963174989.09
14 વિરપર2224187384.17
15 સજનપર2304162169.57
16 અમરાપર1301119892.15
17 ટોળ1322110483.36
18 ઓટાળા2055167781.77
19 સરાયા1225105285.88
20 બંગાવડી1794131573.5
21 સાવડી1558133585.63

22 ભૂતકોટડા ગામે માત્ર સભ્યોની ચૂંટણી યોજાઇ હતી

અન્ય સમાચારો પણ છે...