તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ બેઠક પર ઉમેદવારી:ટંકારામાં ત્રિપાંખિયો જંગ, આપના સભ્યોની દાવેદારી

ટંકારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત ચૂંટણીમા ઉમેદવારી નોંધાવવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુરૂવારે ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની ત્રણ પૈકી બે બેઠકો પર અને તાલુકા પંચાયતની એક બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની ટંકારા બેઠક પર પંકજ ત્રિવેદીએ નામાંકન ભર્યું હતુ. ઉપરાંત ઓટાળા બેઠક પરથી ઓટાળાના જ્યોત્સનાબેન ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તાલુકા પંચાયતની ટંકારા-૨ બેઠક પર ધર્મેન્દ્ર કક્કડે ઉમેદવારી કરી હતી. બંને મુખ્ય પક્ષો એક બીજા પક્ષના ઉમેદવાર જાહેર થાય પછી રણનીતિ મુજબ પાના ઉતરવાની ફિરાક મા હોય એમ જણાય રહ્યું છે.

ટંકારામાં દર વખતે આગોતરા નામાવલી જાહેર કરનાર કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શક્યા નથી. કોંગ્રેસ પોતાનુ સ્થાનિક પોતપોતાનો દબદબો જાળવી રાખવા અને ભાજપ પોતાનુ વર્ચસ્વ સ્થાપવાની ફિરાકમા છે. હાલ, બંને પક્ષે નામ જાહેર થાય એટલે આંતરીક ડખો થવાની પૂર્ણ શક્યતા છે. આથી હવે નામ જાહેર કરવાને બદલે ખાનગીમાં સીધા જ ઉમેદવારીપત્ર જ રજુ કરી વિવાદ ખાળવા પ્રયાસ કરાઇ રહ્યો હોય એવુ સ્પષ્ટ જણાય છે. કોંગ્રેસ અને ભાજપે પોતાના અમુક મુરતિયાઓને ખાનગીમા ઉમેદવારી કરવાની સુચના આપી હોવાની પંથકમાં ખુલીને ચર્ચા ચગી છે. આથી જે તે વ્યક્તિ પ્રચારમાં પણ ઉમેદવારી કર્યા પૂર્વે જોરશોરથી લાગી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો