તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલીદાન દિવસ:આર્યસમાજની શહીદ વીરોની યાદમાં મશાલ રેલી

ટંકારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટંકારામાં સતત આઠમા વર્ષે મશાલ રેલીએ નગર ભ્રમણ કર્યું

23 માર્ચ રાષ્ટ્રના શહીદ વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂના બલીદાન દિવસને સમગ્ર દેશ આ દિવસને શહિદિન તરીકે આજે પણ યાદ કરે છે. ત્યારે મંગળવારે મોડી સાંજે ટંકારા આર્યસમાજ સંસ્થાની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ મશાલ રેલીનુ આયોજન કરાયુ હતુ.

દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રના ઈતિહાસના અમર શહીદ વીર નરબંકાઓ ભગતસિંહ,સુખદેવ, રાજગુરૂએ રાષ્ટ્ર માટે ગોરા સલ્તનત સામે રીતસર બંડ પોકારતા તા.23મી માર્ચ 1931ના અંગ્રેજ શાસને ત્રણેય નરબંકાઓને ફાંસી એ લટકાવી દેતા સમગ્ર દેશ શહીદોના માન મા શહિદ દિન તરીકે આજે પણ યાદ કરી શહીદોની શહાદતને યાદ કરે છે.ત્યારે ટંકારા આર્યસમાજ (ત્રણહાટડી) સંસ્થાની યુવા પાંખ આર્ય વીર દળના યુવકો છેલ્લા સાત વર્ષથી રાષ્ટ્રના શહીદ વીરો ના બલિદાન દિવસે રાષ્ટ્રના સપુતોને યાદ કરી શ્રદ્ધાંજલી ના ભાગરૂપે મશાલ રેલી યોજે છે. જે અંર્તગત મંગળવારે મોડી સાંજે ત્રણેય શહીદોના માનમા આઠમી મશાલ રેલી નુ આયોજન કર્યું હતુ.

મશાલ રેલીના પ્રારંભ પૂર્વે ટંકારા શહેરના લક્ષ્મીનારાયણ સોસાયટીમા વસતા આર્યસમાજના સૌથી મોટી જૈફ વયના વાનપ્રસ્થ જીવન વ્યતિત કરતા દયાળમુની આર્ય ના નિવાસસ્થાને તેઓ દ્વારા શહીદોના રાષ્ટ્રને આઝાદી માટેના વિચારો શહીદ ત્રિપુટી ની દેશદાઝ યાદ કરી શાબ્દીક શ્રધ્ધાંજલિ, રાષ્ટ્રગાન બાદ દયાળમુનીએ પોતાના પ્રાંગણ થી મશાલ રેલી નુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. મશાલ રેલી શહેરના રાજમાર્ગો પર સરકારની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક, હેન્ડ ગ્લોઝડ,સેનીટાઈઝ સાથે નગર ભ્રમણ કર્યું હતુ.

રેલીમાં આર્ય સમાજના યોગેશ કારાવડીયા, રાહુલ મોરસાણીયા, રજનીભાઈ મોરસાણીયા, આર્ય પંડીત સુહાસજી, ચિરાગ કટારીયા સહિતના આર્ય પરિવારો, આર્ય મહિલા મંડળ, આર્ય વીર દળના યુવાનો, આર્ય વિરાંગનાઓ, આર્ય વિચારકો ઉપરાંત શહેરના અનેક રાષ્ટ્ર ભક્તો જોડાયા હતા. મશાલ રેલી ના રૂટ દરમિયાન શહીદ વીરો અમર રહો ના નારા સાથે વૈદિક મંત્રોચ્ચાર સતત ગુંજ્યા હતા.મશાલ રેલી નુ સમાપન આર્ય સમાજ સંસ્થા(ત્રણ હાટડી)એ સમાપન થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો