કાર્યવાહી:ટંકારા તાલુકાના જયનગરમાં જુગાર રમતાં ત્રણ શખ્સ ઝડપાયા, એક ફરાર

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારના પટમાંથી 16,800 કબજે લઇ કાર્યવાહી શરૂ

ટંકારાના જયનગર ગામે વરસાદી માહોલમા કોઈ ખલેલ પાડનારૂ નથી એમ માની જાહેરમા ગંજીપા વડે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે બાતમીના આધારે ત્રાટકી પકડી પાડયા હતા. જ્યારે, એક શખ્સ પોલીસને જોઈ નાસી જતા તેને પકડવા પોલીસે પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ જુગારીઓ પાસેથી 16,800નસ મત્તા કબજે લઇને આગળની કાર્યવાહી આરંભાઇ છે.

ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર વસેલા જયનગર ગામે વરસાદી માહોલમા દેવીપુજક વિસ્તારમા પાનની દુકાન પાછળ જાહેરમા પતા ટીચાતા હોવાની પોલીસને પાકી બાતમી મળતા પોલીસ ત્રાટકી હતી.

જયા ગામડે ગંજીપો ચિપી જુગાર રમતા દશરથભાઈ રમેશભાઈ સોલંકી, કરમશીભાઈ તેજાભાઈ છીપરિયા, ભારો ઉર્ફે માંડાભાઈ વિરાભાઈ લામકાને પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા રૂ. 16,800/- સાથે પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસને જોઈ નાસી છુટેલ ભાવેશભાઈ કાળુભાઈ સોલંકીને હાથવગો કરવા પોલીસે કમર કસી છે.

અન્ય સમાચારો પણ છે...