તપાસ:ટંકારામાં ખેતરની ઓરડીમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

ટંકારા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આર્થિક સ્થિતિ સારી હોવા છતા યુવકે મોત માગતા અનેક અટકળ
  • આપઘાતનું કારણ અકળ, પોલીસે તપાસ શરૂ કરી

ટંકારાના પરિણીત યુવકે સીમમા આવેલા પોતાના ખેતરની ઓરડીમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે આત્મઘાત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીત યુવકે ક્યા કારણોસર અંતિમ પગલું ભરી લીધું એ સહિતની પુછપરછ પોલીસે આરંભી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક સુખી, સંપન્ન પરિવારમાંથી આવે છે, આથી આર્થિક કારણ તો પ્રારંભિક તબક્કે લાગતું નથી. બનાવની વધુ માહિતી પોલીસ તપાસ બાદ સામે આવશે.

આ બનાવની મળતી માહિતી અનુસાર ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર સામે લો વાસમા રહેતા ભાવેશભાઈ અમરસીભાઈ કોરીંગા (ઉ.વ.૩૪) નામના યુવકે નજીકમા આવેલા અમરાપર ગામના માર્ગે આવેલા પોતાના ખેતરમા આવેલી ઓરડીમા ગુરૂવારે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણિત યુવાને કરેલા આ આપઘાત અંગેની જાણ નજીકના ખેડૂતને કોઇ રીતે થઇ હતી અને તેણે તાબડતોબ મૃતકના પરિવારને આ અંગે જાણ કરતા દોડી આવેલા પરીવારે બનાવની જાણ પોલીસને કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

આત્મઘાતી પગલુ ભરનાર મૃતક સુખી સંપન્ન ખેડૂત હોવાનુ જાણવા મળ્યું છે. પરિવારના આશાસ્પદ અને પરિણીત પરીણિત યુવકે આપઘાત કર્યાના વાવડ મળતા પરીવાર ભાંગી પડ્યો હતો, અને ભાવેશે આવું અંતિમ પગલું શા માટે ભરી લીધું એ બાબતે સભ્યો પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...