તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનનું ચુસ્ત પાલન:ટંકારાના ધ્રુવનગર ગામે કોરોનાને હંફાવ્યો

ટંકારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામપંચાયતના સહકારથી તાબડતોબ સેનિટાઇઝેશન કરાયું. - Divya Bhaskar
ગ્રામપંચાયતના સહકારથી તાબડતોબ સેનિટાઇઝેશન કરાયું.
  • સાત જિંદગી અકાળે મૂરઝાતાં સરપંચ, ઉપસરપંચે લીધા આકરા નિર્ણયો
  • સેનિટાઈઝેશનના લીધે માત્ર બે જ કેસ પોઝિટિવ

કોરોના મહામારીથી હળવાશથી ટહેલતુ જનજીવન ભારે ભયભીત થઈ હચમચી ગયુ છે. ધ્રુવનગરના મહિલા સરપંચ અને ઉપસરપંચે ગામડાના સેવાભાવી મિત્રોની મદદથી ગામડામા કોરોનાએ હાવી થઈ સાતેક જીંદગી છીનવી લેતા વધુ જાનહાની રોકવાકોરોના સંક્રમણને રોકવા સ્વૈચ્છિક લોકડાઉન કરી દીધા બાદ ગ્રામજનોની સુરક્ષા માટે આખા ગામને સેનેટાઈઝ કરી નાખ્યું અને હવે તેના પરિણામે પરિસ્થિતીમા નોંધપાત્ર સુધારો થયો છે. તાલુકાના 1200ની વસતી ધરાવતા ખોબા જેવડા ધુવનગર ગામે કોરોનાના કહેરથી એક માસમા કુલ નવ વ્યક્તિના મોત નિપજયા હતા. જેમા, કોરોનાથી સાત આશાસ્પદ જીંદગી છીનવાઈ ગઈ હતી.

આથી મહિલા સરપંચ ગાયત્રીબા ધુવકુમાર જાડેજાએ ઉપસરપંચ દેવકરણભાઈ ભટાસણા સહિત ગ્રા. પં. સદસ્યો ઉપરાંત સાથે બેઠક યોજી સૌ પ્રથમ કોરોના સંક્રમણની ચેઈન તોડવા ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન કરાવ્યા બાદ બહારથી આવતા ફેરિયાઓને પ્રવેશબંધી, ગામડામા આવન જાવન પર પાબંદી, મહેમાનો ઉપર રોક સહિતના કડક નિયંત્રણો લાદી દીધા. પછી વધુ ખુવારી રોકવા ગામડાના સેવાભાવી મિત્રોની મદદથી ઉપસરપંચે જાતે સમગ્ર ગામમા સેનેટાઈઝ કર્યુ હતુ. જેના લીધે પરિસ્થિતિમા હાલ નોંધપાત્ર સુધારો દેખાઇ રહ્યો છે અને હાલ ગામડામા માત્ર બે પોઝિટિવ કેસ છે. અને હાલ બંને વ્યક્તિના સ્વાસ્થ્ય સુધારા પર છે.

અન્ય સમાચારો પણ છે...