તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:ટંકારાની બંગાવડી શાળાના શિક્ષકે 5 લાખ રોકડા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી

ટંકારા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીના પ્રવાહમાં પૈસા મળ્યા પણ ચલિત ન થયા

ટંકારા તાલુકાના બંગાવડી ગામે માધ્યમિક શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા અને મોરબી રહેતા શિક્ષક ભાવેશભાઈ કરમશીભાઈ જીવાણીને વરસતા વરસાદમા પાણીના પ્રવાહમા તણાતી આવતી એક બેગ મળી આવી હતી. શિક્ષકે બેગ મળતા બેગની તલાસી લેતા તેઓની આંખો ઘડીભર પહોળી થઈ ગઈ હતી. અંદર પ્લાસ્ટિકમા વિંટેલા રોકડા રૂ.પાંચ લાખના બંડલ નિકળી પડયા હતા. પારકી અમાનત મળતા માસ્તરનુ મન જરા પણ લલચાયુ નહોતુ અને વિચલિત થયા વગર બેગના મૂળ માલિકનો સંપર્ક કરવા સામે ચાલીને સોશિયલ મીડિયા મારફત પોતાના મોબાઇલ નંબર પર સંપર્ક મેળવવા પ્રયાસ કર્યા હતા. અંતે સોશિયલ મીડિયાના માધ્યમથી બેગના મૂળ માલિક મોરબીના મહેશભાઇ શેરસીયાને જાણ થતા હાંફળા થઈ દોડી આવ્યા હતા. અને રોકડ સાથેની બેગ પરત મળતા ખુશીના આંસુ સરી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...