ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક ગત ટર્મમા કોંગ્રેસે કબજે કર્યા બાદ પાંચ વર્ષમા કોંગ્રેસના ધારાસભ્યે આ બેઠક પર સારી પકડ જમાવી દીધી હતી. તેમ છતા આ વખતે તેઓ સંગઠનના અભાવે આ સીટ બચાવી શકયા ન હોય એવુ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે. ઉપરાંત, ત્રીજા પક્ષે પણ બાજી ઉંધી વાળી દેવામા મહત્વનો ભાગ ભજવ્યાનું ખુલ્યું છે.
ચુંટણીના જાહેર થયેલા પરિણામ પછી ભલે છેલ્લા 32 વર્ષથી ભાજપનો ગઢ સાબિત થયેલી ટંકારા બેઠક પર ગત ટર્મ વર્ષ ૨૦૧૭ મા પાટીદાર ઈફેક્ટથી કોંગ્રેસના ખોળામા આવી પડેલી આ બેઠક કબજે કર્યા પછી કોંગ્રેસના કગથરાએ છેલ્લા પાંચ વર્ષ મા અહીં મજબુત પગદંડો જમાવી દીધો હતો. એટલે હવે આ બેઠક ભાજપે અંકે કરવામા લોઢાના ચણા ચાવવા જેવુ કઠીન ગણાતુ હતુ.
તેમ છતાં આ વખતે ફરીથી ભાજપે પોતાનો ગઢ કબજે કરી લીધો.કોંગ્રેસની હારના કારણો જોતાં એક બાબત ચોક્કસ છે કે, ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટી 18,000 જેટલા મત લઈ જતા કોંગ્રેસની બાજી ચોક્કસ ઉંધી વાળી દીધી છે. એમાં, શંકાને સ્થાન નથી. પરંતુ કોંગ્રેસની હાર માટે એ પુરતુ નથી. એ સિવાયના કેટલાક કારણો એવા પણ છે.
જેમા, મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસ દરેક વખતે ચુંટણી વખતે જ કાર્યકરો અને સંગઠન કરવા નિકળી પડે છે. ઉમેદવાર ખુદ એકલપંડે ગામડા ખુંદતા રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. ગામડે એવો મજબુત કાર્યકર જોવા મળ્યો નથી. લોકલ કાર્યકરોની ઉપેક્ષાથી બે વર્ષ પૂર્વે તાલુકા અને જિલ્લા પંચાયત પણ ગુમાવી હતી. મતદારોએ એવો પણ વસવસો વ્યક્ત કર્યો કે પાંચ વર્ષમાં કોઇ એકાદ તો સારું કામ કર્યું હોય તેવું બતાવે!
કોંગ્રેસ આવે છે એવું માનનારા પંટરો ધોવાયા
ટંકારા વિધાનસભા બેઠક પર ભાજપ માટે સાનુકુળ કહી શકાય એવુ વાતાવરણ ચુંટણી દરમિયાન ક્યારેય ન જણાયું ઉપરાંત, કોંગ્રેસના લલિતકાકા વિસ્તારમાં તેના આખાબોલા સ્વભાવથી જાણીતા છે. ભાજપના નવા ચહેરા સામે કોંગ્રેસના ઉમેદવાર જૂના અને મજબુત ગણાતા હોવાથી પંથકના પંટરોએ કોંગ્રેસ તરફી મોટા પ્રમાણમા સટ્ટો ખેલ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.