તાલીમ:તંત્ર દ્વારા કર્મચારીઓને ચૂંટણી કાર્યની તાલીમ સાથે સજ્જ કરાયા

ટંકારા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 300 બુથ પર મતદાન , સાંગોપાંગ પાર ઉતરવા કવાયત

આગામી ૧ લી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી સાંગોપાંગ પાર પાડવા ટંકારા તાલુકા વહીવટી તંત્ર ઉંધા માથે થયુ છે. ચૂંટણી ફરજમાં મુકાયેલા સ્ટાફને ગુરૂવારે બીજા તબક્કાની તાલીમ આપવામા આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયુ બચ્યુ છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો મતદાતાઓને રીઝવવા ઉંધા માથે થયા છે.

તેવી રીતે તંત્ર માટે પણ ચૂંટણી પૂર્ણ કરવાની અગ્નિ પરીક્ષા છે. તાલુકાનું વહીવટી તંત્ર ચૂંટણી જાહેર થયા બાદ ખાંડા ખખડાવી પંચની પ્રક્રિયામા ઉત્તિર્ણ થવા ચૂંટણી પંચની ગાઈડ લાઈન પ્રમાણે લડવા તૈનાત થઈ મેદાને ઉતરી પડયુ છે.

ટંકારા બેઠકમા લગભગ ત્રણસો બુથ ઉપર મતદાન થવાનુ હોય તંત્ર દ્વારા ચૂંટણી ફરજ માટે કર્મચારીઓના હુકમ બજાવી પ્રથમ તાલીમ પણ આટોપી લીધા બાદ ચૂંટણીમાં તૈનાત કરાયેલા પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફને ગુરૂવારે બીજા તબક્કાની તાલીમ ટંકારા આર્યસમાજ કેમ્પસમા આપી હતી.

અને હજુ બાકી રહેલા કર્મચારીઓને હાઈવે પર આર્ય વિધાલય ખાતે તાલીમ આપી બુથ પર જતા પૂર્વે તમામ કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સજ્જ કરવામા આવશે. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયે મતદાન મથકે બુથ પર જનારા સહિત ચૂંટણી ફરજ પર નિમાયેલા તમામ કર્મચારીઓ અધિકારીઓને મતદાન દિવસના પૂર્વ દિન તા.૩૦ નવેમ્બરે ડિસ્પેચ કેન્દ્ર પર બોલાવી ચૂંટણી સાહિત્ય સાથે કયા કર્મચારીને કયા મતદાન મથક પર ફરજ બજાવવાની છે. એ હુકમો આપી ઈવીએમ સાથે આગલે દિવસે રવાના કરવા સુધીનુ લેશન તંત્રે કરી લીધાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...