તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મામાના ઘરે સાતમ કરવા આવેલા ભાણેજનું કુંડીમાં ડૂબી જતાં મોત

ટંંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટંકારાના વાઘગઢમાં માતાના હાથમાંથી અકસ્માતે બાળક છટકી ગયું હતું
  • બહેન જીયાણું વાળવા ભાઇના ઘરે આવી અને વહાલસોયો પુત્ર ગુમાવી બેઠી

ટંકારાના વાઘગઢ ગામે મામાના ઘરે પહેલી સાતમ કરવા માની ગોદમા આવેલા માસુમ ભાણેજનું ગામડાના ફળીયામા આવેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં ડૂબી જતાં મોત થયું હતું. દોઢ માસનું આ બાળક માની ગોદમાં પહેલી જ વાર બહાર નીકળ્યું હતું અને મોતના મુખમાં જઇ પડ્યું હતું . અપમૃત્યુના આ બનાવ અંગે ટંકારા પોલીસને બનાવની જાણ થતાં ઘટનાની નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ પર રહેતા ચેતનભાઈ ફેફરના પત્ની પોતાના માસુમ કુમળા ફુલ જેવા પુત્ર જીયાન (ઉ.૧.૫ માસ) ને ગોદમા લઈને પોતાના માવતર ટંંકારા તાલુકાના વાઘગઢ ગામે શ્રાવણ માસના પવિત્ર સાતમ આઠમના પર્વ નિમિત્તે પુત્ર જન્મ બાદ માસુમ જીયાનના અવતરણ બાદ પ્રથમ તહેવાર હોવાથી માવતર મામાના ઘરે તહેવાર માણવા આવ્યા હતા.

મામાના આંગણે ગામડે મોટુ ફળીયુ હોવાથી પરિવાર નિર્દોષ આનંદ મા રત હતા એ ટાંકણે માસુમ ભાણેજ જીયાન ફળીયામા આવેલ નજીકના પીવાના પાણીના ભૂગર્ભ ટાંકામાં કોઇ રીતે ગબડીને પડી જતા માસુમ કુમળા ફુલનુ પાણીમા ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ. મામાના આંગણે આવેલા ભાણેજના રૂપે કુમળુ ફુલ અકસ્માતે કરમાઈ જતા બંને પરિવારમા શોકનો માહોલ છવાયો હતો. અપમૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસને બનાવની જાણ થતા ઘટનાની નોંધ કરી ફોજદાર પરમારે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...