માનવ ધર્મ:ઇજાથી કણસતા આધેડને હોસ્પિટલ ખસેડ્યા

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટંકારા પાસે હાઈવે પર ચાલક ઠોકર મારી નાસી ગયો
  • રાજકીય આગેવાને ​​​​​​​કારમાં સિવિલમાં પહોંચાડ્યા

ટંકારા નજીક હાઈવે પર અજાણ્યા રાહદારીને કોઈ વાહને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતથી રોડ ઉપર કણસતા આધેડને હાઈવે પર પસાર થતા રાજકીય અગ્રણીએ તાબડતોબ પોતાની કારમા સિવિલ હોસ્પિટલ ખસેડી ઉમદા માનવધર્મ બજાવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત અજાણ્યા હિન્દી ભાષી આધેડને ગંભીર ઈજા હોય રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.

વરસાદી માહોલમા ટંકારા જામનગર હાઈવે પર તાલુકાના સરાયા ગામ નજીક કોઈ અજાણ્યો રાહદારી અકસ્માત ની ઠોકર ખાઇને કણસતો હોવાનું હાઈવે પર પોતાની કારમાં પસાર થતા ટંકારા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોતમ ગોસરાના ધ્યાને પડતા તેઓએ વિલંબ કર્યા વગર વરસતા વરસાદમા કોઈ મદદ કરનારૂ ન હોય અજાણ્યા ઈજાગ્રસ્ત આધેડને લોહી તરબોળ હાલતમાં પોતાની કારમાં ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડી ખરા આમ આદમી બન્યા હતા.

આ બનાવની જાણ થતા આપના સ્થાનિક ધર્મેશ કક્કડ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલેથી જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્ત હિન્દી ભાષી અજાણ્યા આધેડ પરપ્રાંતથી રોજી રળવા પંથકમા આવ્યા છે. તેઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...