સારવાર:સુવરે બચકાં ભરીને ઇજાગ્રસ્ત કરેલા તરુણની હાલત ગંભીર

ટંકારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટંકારાના અમરાપર ગામે બન્યો હતો કંપારીજનક બનાવ
  • સુવર ચૂંથી રહ્યાનું જોઇ પિતાએ દોટ મૂકી પુત્રને છોડાવ્યો

ટંકારાના અમરાપર ગામે પેટિયુ રળવા આવેલા પરપ્રાંતિય ખેતમજૂર પરિવારના માસુમ બાળકને સીમમા ભુંડે શરીરે બચકા ભરી બહુ જ ખરાબ રીતે કરડી લેતાં શ્રમિક પરીવારના કુમળા ફુલને ગંભીર હાલતમાૂ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે જ્યાં તેની હાલત આજે બીજા દિવસે પણ ગંભીર ગણાવાઇ રહી છે. બાળકની ચીસાચીસ અને તરફડિયા જોઇ પિતા અને આસપાસના લોકોએ રીતસર દોટ મૂકી હતી અને બાળકને માંડ કરીને સુવરના કબજામાંથી છોડાવ્યો હતો. જો કે પહેલાં ટંકારા અને બાદમાં રાજકોટ સારવારમાં ખસેડાયેલા બાળકની હાલત હજુ પણ ગંભીર ગણાવાઇ રહી છે.

અમરાપર ગામના ખેડુત ઈરફાનભાઈ મોમીનને ત્યા એકાદ માસ પૂર્વે મધ્યપ્રદેશ રાજ્યના પરપ્રાંતિય મડીયાભાઈ બામણીયા પરિવાર સાથે ખેતમજૂર તરીકે જોતરાયા હતા. અને સ્થાનિક ખેડુતના ખેતરમા જ વસવાટ કરતા હતા. રાબેતા મુજબ શુક્રવારે પરપ્રાંતિય શ્રમિક દંપતિ પોતાના ખેતીકામમા મશગુલ હતુ અને મજૂર દંપતિનો બાળક સંજય (ઉ.વ.૧૦) સીમમા ખુલ્લા ખેતરમાં રમી રહ્યો હતો.

એ વખતે સીમમા ભટકતા જંગલી ભુંડ (સુવર) ઓચિંતા ધસી આવીને માસુમ બાળક ઉપર હુમલો કરી શરીરે બચકાં ભરી ફાડી ખાવા લાગતા બાળકની ચિસાચીસથી નજીકમા ખેતીકામ કરતા બાળકના મા-બાપ ઉપરાંત અન્ય શ્રમિકોએ દોડીને બાળકને સુવરથી છોડાવી ઈમરજન્સી 108નો સંપર્ક કરીને તેમને ટંકારા હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેની હાલત વધુ ગંભીર જણાતાં રાજકોટ હોસ્પિટલમાં રીફર કરાયો હતો જ્યાં હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...