તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પીપળિયાથી ગુમ યુવતીની લાશ ટંકારાની નદીમાંથી મળી

ટંકારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ થી લાપતા યુવતીના વડીલોએ ગુમશુદાની ફરિયાદ કરી હતી

5 દિવસ પૂર્વ પીપળીયાથી ગુમ થયેલી આશાસ્પદ યુવતીની લાશ ટંકારા નજીકથી પસાર થતી નદીમા તરતી હાલતમાં મળી આવતા પોલીસે ડેડ બોડીનો કબજો લઈ સ્થાનિક હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. ‌મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતી તૃપ્તિબેન પ્રવીણભાઈ દેવમુરારી નામની આશાસ્પદ યુવતી પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ઘરે ફરવાને બદલે અચાનક ગુમ થઇ હતી. જો કે, શોધખોળ દરમ્યાન તે જ દિવસે ટંકારા નજીક હાઈવે પર આવેલા પેટ્રોલપંપ પાસેના નદીકાંઠેથી પીપળીયાથી ગુમ થયેલ યુવતીની બેગ સહિતનો સામાન મળી આવતા ટંકારા પોલીસે તરવૈયાઓની મદદ લઇ નદી સહિત આસપાસના પાણીના વહેણ ફંફોસતાં પાંચ દિવસ બાદ શુક્રવારે પાણીના પેટાળમા ખુંપી ગયેલ યુવતીનો મૃતદેહ નદીના પાણીની સપાટી પર તરતી હાલતમાં બહાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો