તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટંકારામાં શેરીમાં ફરવા નીકળેલા ખેડૂતને બાઇક સવારે ફંગોળ્યા

ટંકારા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાને મળવા જઇ રહેલા પુત્રને પહોંચી ગંભીર ઇજા

શેરીમાથી પગપાળા પસાર થઈ રહેલા ટંકારાના વૃધ્ધ ખેડુતને ઓચિંતા પુરપાટ ધસી આવેલા એક્ટિવાના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર બાદ ભોગ બનેલા ખેડૂતે સ્કુટર ચાલક સામે ટંકારા પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર નજીક રહેતા દયાલજીભાઈ ચતુરભાઈ ભાલોડીયા નામના વૃધ્ધ ખેડૂત રાબેતા મુજબ પોતાના ઘરેથી તેમના ઘરની સામે રહેતા તેમના માતાને મળવા માટે પગપાળા જઈ રહ્યા હતા. એ વખતે જ ઓચિંતા પુરપાટ ધસી આવેલા એકટીવા નં.જીજે ૩૬ પી ૪૪૦૭ ના ચાલક રાજેશ રણછોડ દુબરીયાએ તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સ્કુટર હડફેટે શેરીમા ગબડી પડેલા ખેડૂતને માથા, હાથ, પગ સહિતના ભાગે ઈજા થતા તાબડતોબ હોસ્પિટલમા ખસેડાયા હતા. સારવાર બાદ ભોગ બનેલા ખેડૂતે બનાવ અંગે સ્થાનિક એક્ટિવા ચાલક સામે પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...