તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંપતીનું મનોબળ કાબિલેદાદ:ટંકારાના 87 વર્ષના દંપતીએ કોરોનાને ઘરે સારવારથી હરાવ્યો

ટંકારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના લોકોને પોતાની લપેટમા લઈ રહ્યો છે. ત્યારે અનેક એવા કિસ્સા પણ છે કે જેમણે વયોવૃધ્ધ ઉંમરે કોરોનાને હરાવ્યો હોય. ટંકારાના વાનપ્રસ્થાશ્રમી અને આયુર્વેદના ડિલેટની પદવી પ્રાપ્ત કરી 4 વેદનુ ગુજરાતીમા ભાષાંતર કરનાર, રિટાયર્ડ પ્રોફેસર દયાલમુનીજી અને તેમના પત્નીએ 87 વરસની ઉંમરે ઘરે રહીને કોરોનાને હરાવ્યો હતો.

ટંંકારા રહેતા નિવૃત્ત આયુર્વેદાચાર્ય અને આયુર્વેદના નિવૃત્ત પ્રોફેસર દયાલમુની આર્ય તથા તેમના પત્નીને કોરોના વળગ્યો હતો. ડોક્ટરોની હોસ્પિટલાઈઝ થવાની સલાહને અવગણી દંપતિએ મક્કમ મનોબળથી ઘરે જ રહીને કોરોનાને હરાવવાનો દ્રઢ નિર્ણય આર્યદળના અનુયાયીઓ સમક્ષ વ્યક્ત કર્યો હતો. તબીબી સેવા સાથે રેપીડ ટેસ્ટ, ઓક્સિમીટર તથા જરૂરી દવાઓ અને આર્યસમાજીઓની સતત સેવાથી વયોવૃદ્ધ દંપતિએ દ્રઢતાથી કોરોનાને હરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે જામનગર ખાતેની આયુુ્વેદ કોલેજના પ્રાધ્યાપક તરીકે વય નિવૃત થયા બાદ વતન ટંકારામા ફરી સ્થાયી થયેલા દયાળજીભાઈએ આર્યસમાજમા આયુર્વેદ હોસ્પિટલમા વર્ષો સુધી સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...