તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:શિક્ષકો બન્યા સાન્તાક્લોઝ, નિવૃત્તિ બાદ ભૂલકાંઓ માટે શાળામાં મુકાવ્યા બાંકડા

ટંકારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટંકારામાં ગાયત્રીનગરની શાળાના પૂર્વ શિક્ષકોએ 21 બાંકડા સ્મૃતિભેટ તરીકે આપ્યા

ટંકારા શહેરની નજીક આવેલી ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવીને તાજેતરમાં જ નિવૃત્ત થયેલા બે શિક્ષકોના મનમાં બાળકો માટે કંઇક યાદગાર કરી જવાની ઇચ્છા હતી અને ડિસેમ્બર માસ ચાલી રહ્યો હોઇ આ શિક્ષકોએ સાચા અર્થમાં સાન્તાક્લોઝની ભૂમિકા ભજવી હતી અને પોતાના ખર્ચે શાળામાં બેસવા માટેના 21 બાંકડા સ્મૃતિભેટ તરીકે આપ્યા હતા.

ટંકારામાં સ્મશાનરોડ પર ગાયત્રી નગર સરકારી પ્રાથમિક શાળા આવેલી છે.આ શાળામા ફરજ બજાવી તાજેતરમા વય નિવૃત થયેલા શિક્ષકો હરીલાલ ગંગારામ પનારા અને મનહરલાલ વનજીભાઈ વડાવીયાએ પોતે જે શાળામા ફરજ બજાવી નિવૃત થયા એ શાળા અને શાળામા ભણતા ભૂલકાઓ માટેના લગાવથી નિવૃતી બાદ પોતાનુ સંભારણુ છોડવા બંને શિક્ષકોએ શાળાના પટાંંગણમાં ભૂલકાઓને રીસેસ દરમિયાન બેસવા, ખિલખિલાટ કરવા રૂ.૩૦ હજારની કિંમતના ૨૧ બાંકડા સ્મૃતિરૂપે ભેટ કરી શાળાના આચાર્ય રસિકભાઈ ભાગીયાને અર્પણ કરી ગુરૂની ગરિમા ઉજાળી હતી.જો કે, અહીની શાળામા ઘણા લાંબા સમયથી શિક્ષકો દ્વારા નિવૃતી ભેટ આપવાનો શિરસ્તો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો