તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:ટંકારાના યુવાને પિતાને આપવા માટે મગાવેલા બે રેમડેસિવિર ફૌજીના પિતાની સારવાર માટે આપી દીધા

ટંકારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફૌજી યુવાન અને સારવાર લઈ રહેલા તેમના પિતા. - Divya Bhaskar
ફૌજી યુવાન અને સારવાર લઈ રહેલા તેમના પિતા.
  • સરકાર ખરા સમયે રાજધર્મ ચૂકી પરંતુ સેવાભાવી યુવાને દેખાડી સંવેદના અને દિલેરી

સરકાર ખરા ટાંકણે લોકોને ઓક્સિજન, રેમડેસિવિર, બેડ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં હાંફી ગઇ છે ત્યારે ટંકારાના વતની યુવાને તેમના પિતા કે જે મોરબી સિવિલમાં સારવારમાં હતા અને તેમના ભાગે આવેલા રેમડેસિવિર ઇન્જેક્શન અન્યને આપી દેવાની દિલેરી બતાવી હતી. મહત્વની બાબત એ છે કે યુવાનના પિતાએ કોરોનાને માત આપી દીધી છે. અને તેમણે દાન કરી દીધેલા ઇન્જેક્શનથી ફૌજીના પિતાની તબીયત ખાનગી હોસ્પિટલમાં હવે સુધારા પર છે.

એક તરફ લેભાગુ તત્વો નકલી રેમડેસિવિર બનાવી લોકોને વેચવાની તક જતી કરતા નથી ત્યારે બીજી તરફ ભલાઇનું ભાથું બાંધવાવાળાની પણ કમી નથી. ટંકારાના બિપીનભાઇ નારણીયાના પિતા અમરશીભાઇને કોરોના સંક્રમણ થતાં તેમને મોરબી સિવિલમાં દાખલ કરાયા હતા અને તેમને ઓક્સિજનની જરૂર પડી હતી. જે તે વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાતાં તેમને ચાર રેમેડેસિવિર મળ્યા હતા. પડધરીના હડમતિયાના ફૌજી શૈલેષ ડાભી કે જેઓ ગોવામાં ફરજ બજાવે છે તેમના પિતા જગાભાઇને કોરોના લાગૂ પડતાં 10 દિવસથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમા ખસેડાયા છે અને તેમનું ઓક્સિજન લેવલ જે તે સમયે 60 જેટલું થઇ જતાં સૈનિકનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને રેમડેસિવિરની શોધમાં અહીં તહીં દોડાદોડી કરતો હતો.

દીકરાને ગોવામાં જાણ કરાઈ હોવા છતાં તેને રજા મળે તેમ ન હતી.એવામાં બિપીનભાઇને આ હકિકતની જાણ થતા તેમના પિતા માટે લીધેલા બે રેમડેસિવિર કે જેની હવે તેમને જરૂર ન હોવાનું તબીબે કહેતાં એ બન્ને ઇન્જેક્શન ફાૈજીના પિતાને આપી દેવા ભલામણ કરી હતી. સિવિલના તબીબે તે માન્ય પણ રાખી હતી અને એ બે ઇન્જેક્શન શૈલેષ ડાભીના સગાંને તાબડતોબ ટંકારા બોલાવીને તેમને આપી દીધા હતા. આ બે ઇન્જેક્શન સમયસર મળી જતાં જગાભાઇનું ઓક્સિજન લેવલ 80 આસપાસ હોવાનું અને તબીયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવતાં બિપીનભાઇની દરિયાદીલી ફળી હતી.

અન્ય સમાચારો પણ છે...