તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન ગાથાનું સુવર્ણ પૃષ્ઠ:ટંકારાના આર્ય સંન્યાસી દયાળમુનિની સંસ્કૃત સાહિત્ય એવોર્ડ માટે પસંદગી, ગવર્નર ઇ પુરસ્કાર એનાયત કરશે

ટંંકારા3 મહિનો પહેલાલેખક: મિત ત્રિવેદી
  • કૉપી લિંક
  • 20397 વૈદિક મંત્રો અને ચાર વેદનો ગુજરાતી અનુવાદ કરનાર નિવૃત્ત વેદાચાર્યની કદરદાની થઇ

ટંકારાના નિવૃત્ત વેદાચાર્ય અને આર્યસમાજના વયોવૃધ્ધ વાનપ્રસ્થી દયાલમુની આર્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે જૂન મહિનાના અંત સુધીમાં તેમની ઉંમર અને કોવિડ-૧૯ ની ગાઇડલાઇન પ્રમાણે તેમના સ્વગૃહે જ આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાજ્યના મહામુહિમ રાજ્યપાલ દ્વારા વિડીયો કોન્ફરન્સથી સંસ્કૃત સાહિત્ય પુરસ્કાર એવોર્ડ એનાયત કરાશે.

ટંકારાના આર્થિક સાધારણ માવજીભાઈ દરજીને ત્યાં તા.૨૮/૧૨/૧૯૩૪ ના રોજ જન્મેલા દયાળજી એ પ્રાથમિક શિક્ષણ સ્થાનિકે લીધા બાદ સમય જતા ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર,શિક્ષક, શોધકર્તા,લેખક, સંપાદક, અનુવાદક,સમાજ સુધારક સહિતની અનેક ફરજો બજાવ્યા બાદ છેલ્લે જામનગર આયુર્વેદિક કોલેજ માંથી પ્રોફેસર તરીકે વય નિવૃત થયેલા દયાળજીભાઈ પરમાર ફરી ટંંકારામા સ્થાયી થયા હતા.

તેમણે આર્યસમાજ સંસ્થામા મંત્રી પદે જોડાઈને સંસ્કાર સાથે જીવન ઘડતર કરવાનુ કામ કરવા સાથે આર્ય સમાજના આયુર્વેદિક ચિકિત્સાલયમા વર્ષો સુધી ડોક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપી હતી. ૮૭ વર્ષ ની જૈફ વયના દયાળમુનીએ અત્યાર સુધીમા આતુર પરીક્ષા,વિધોદય,કાય ચિકિત્સા ભાગ ૧ થી ૪, શલ્ય વિજ્ઞાન ભાગ ૧-૨,શાલક્ય વિજ્ઞાનના ભાગ ૧ અને ભાગ ૨, સ્વસ્થ વૃત ભાગ ૧-૨, રોગ વિજ્ઞાન સહિતના આયુર્વેદ વિશ્ર્વ વિધાલય દ્વારા માન્યતા પ્રાપ્ત આઠ જેટલા પુસ્તકો લખી તૈયાર કરવા ચારેય વેદોના ૨૦૩૯૭ મંત્રો સહિત ૭૦૮૪ પાનાના પુસ્તકોનો સંસ્કૃતમાથી સરળ ગુજરાતી ભાષામા અનુવાદ તૈયાર કરવાનુ ભગીરથ કાર્ય કર્યું છે.

મળેલા પુરસ્કાર અને સન્માન
વર્ષ 2008 :
ગુજરાત સરકાર તરફથી રાજ્યપાલ નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચુડામણી પુરસ્કાર,
વર્ષ 2009 : રાજકોટખાતે યોજાયેલ આયુર્વેદના રાષ્ટ્રીય સંમેલનમા લાઉફટાઈમ અચિવમેંટ પુરસ્કાર,
વર્ષ 2010 : મુંબઈ આર્ય સમાજ દ્વારા આર્ય કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
વર્ષ 2011 : ઈન્ટરનેશનલ આયુર્વેદિક સંગઠન દ્વારા સન્માનિત કરાયા
વર્ષ 2013 : વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત કરાયા

અન્ય સમાચારો પણ છે...