તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગ્ય ખુલ્યા:ટંકારાને અંતે મળશે નવું બસ સ્ટેન્ડ, નવા વર્ષમાં રૂ. 1.66 કરોડના ખર્ચે આકાર પામશે અદ્યતન બસ વિરામ સ્થળ

ટંકારા, મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે સાંજે મંત્રી સૌરભ પટેલની હાજરીમાં ખાતમુહૂર્ત કરાશે, પંથકની વર્ષો જૂની માગણીનો આવશે સુખદ ઉકેલ

ટંકારાવાસીઓ માટે આજે ખુશીના સમાચાર જાહેર થયા છે. મુસાફરોની વર્ષોની માગણી હતી કે સ્થાયી બસસ્ટેન્ડ મળે અને તે આગામી નવા વર્ષ એટલે કે 2021ના વર્ષથી સંતોષાશે. આગામી સમયમાં અહીં 1.66ના કરોડના ખર્ચે નવું બસસ્ટેન્ડ બનાવવામાં આવશે. બસ સ્ટેન્ડ બની ગયા પછી અહીંના મુસાફરોને કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, પડધરી સહિતના સેન્ટરમાં આવાગમન સરળ બનશે. સરકાર દ્વારા રૂ. 1.66 કરોડના ખર્ચે ટંકારામાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.

જેનું ઇ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થશે અને આ અવસરે મંત્રી સૌરભ પટેલ ટંકારામાં હાજર રહેશે. ડેપો મેનેજર ડી.આર.શામળાએ જણાવ્યુ હતુ કે સરવે નં 736 પૈકીની જમીન કે જે અગાઉ ફાળવી દેવામાં આવી છે તેના પર બસ સ્ટેન્ડ આકાર પામશે અને સાંજે 5:30 કલાકે ઇ ખાતમૂર્હત કરાશે. ટંકારા પંથકના લોકોને ઓનલાઇન બુકિંગ, મોરબી રાજકોટ વચ્ચે અપડાઉન કરતા છાત્રો તેમજ નોકરિયાત લોકોને મોરબી પાસ કઢાવવા ધક્કા થતા હતો, તો બસ સ્ટેન્ડ ન હોવાને કારણે લોકો બસ માટે રાહ જોવા માટે જાહેર રોડ પર ઉભા રહેવા મજબુર બન્યા હતા.ટંકારા તાલુકામાં બસ સ્ટેન્ડ જ ન હોય આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સરકારના કાને નાખવામાં આવી રહ્યો હતો. અંતે સરકારે ટંકારાવાસીઓની માંગણી સ્વીકારી છે.

CM ઇ-લોકાર્પણ કરશે
આ બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી થવાનું છે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ પણ જોડાવાના છે. આ ઇ- ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.1ને શુક્રવારના રોજ સાંજના સમયે યોજાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો