ઠાલા આશ્વાસનો:ટંકારા તાલુકાના ગ્રામપંચાયતના ઓપરેટર્સની વેતન સહિતના મુદ્દે હડતાળ પર જવાની ચીમકી

ટંકારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષથી કમિશન ધોરણે કામ કરતા વીસીઇને મળ્યા ઠાલા આશ્વાસનો

ગુજરાત રાજયની ગ્રામ પંચાયતોમા સરકારની જુદી જુદી યોજનાઓના અમલીકરણ માટે છેલ્લા ૧૬ વર્ષથી કમિશન ધોરણે કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર સાહસિક(વીસીઈ)ને ટંકારા તાલુકા મંડળે વેતન સહિતના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ મુદ્દે સરકારે ખાત્રી આપ્યા બાદ પણ નિરાકરણ ન કરતી હોવાથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનુ બુંગીયું ફૂંક્યું છે અને રાજય વ્યાપી આંદોલનના એલાનને ટેકો જાહેર કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને સ્થાનિકે નાગરીક સુવિધા યોજનાનો લાભ મળી રહે એ માટે ગ્રામપંચાયત કચેરીઓમા કમ્પ્યુટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જેમા, ગામડામા ૭-૧૨ ના ઉતારાની નકલ, આવકના દાખલા ઉપરાંત ખેડુતલક્ષી કામગીરી વિલેજ કમ્પ્યુટર સાહસિક (વીસીઈ) દ્વારા કમિશન ધોરણે કામગીરી કરવામાં આવે છે.

આવી કામગીરી કરતા વીસીઈ યુવકોને પોતાનુ શોષણ થતુ હોવાથી કમિશનને બદલે ફિકસ વેતન આપવા સરકારમા માંગણી કરી હતી. રાજ્ય વીસીઈ મંડળની માંગણી સંદર્ભે સરકારે અગાઉ ખાત્રી આપી હતી પરંતુ નિરાકરણ નહીં થતા ફરી રાજય વ્યાપી આંદોલન કરવાનો તખ્તો ઘડાતા ટંકારા તાલુકામા 45 થી વધુ વીસીઈએ ટેકો જાહેર કરી આગામી તા. ૧૧ મી મેથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું બુંગીયુ ફુકતુ આવેદનપત્ર ટીડીઓને પાઠવ્યુ હતુ.

ટંકારા તાલુકા વીસીઈ પ્રમુખ બાબુલાલ સિણોજીયા, મંત્રી કૌશિક ત્રિવેદી, વિપુલ પંડ્યા, સુરેશ ભટાસણા, મૌલિક હાપલીયા,પ્રજવલ દેત્રોજા, પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કમિશનને બદલે ફિકસ વેતન ઉપરાંતપડતર માંગણીઓ સ્વીકારવા રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...