મૂળ જોડીયાના વતનીએ ગામના પરિચિતો સાથે આજથી 9 વર્ષ પૂર્વે ટંકારાના છતર ગામે જમીન ખરીદી હતી, તેમાં છ ભાગીદારોએ ભાગીદારી પેઢી બનાવી સાથે મળીને ગમ ગુવારની ફેક્ટરી ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો હતો. જો કે, ધંધામા નુકસાન જતા 3 વર્ષ બાદ ફેક્ટરી બંધ કરી દેવાયા બાદ ફેક્ટરી વેચાણ કરવાનું ભાગીદારોએ નક્કી કર્યું હતુ. પરંતુ, અન્ય ભાગીદારોએ ભરતભાઈ સંતોકીને અંધારામા રાખી બારોબાર બીજુ ભાગીદારી ડીડ બનાવી ફેક્ટરી વેચી મારતા ભોગ બનેલા શખ્સે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય મેળવી ગુનો દાખલ કરતા આ મુદ્દે પંથકમા ખળભળાટ મચ્યો છે.
જામનગરના જોડિયા તાલુકાના બાદનપરના વતની ભરતભાઈ સંતોકીએ પોતાના મિત્રો સાથે 4/7/2013માં ભાગીદારી પેઢી બનાવી છતરમાં સન 64ની 4249 ચો.મી. જમીન ભાગીદારીમા ખરીદ કરી છ ઈસમે ગમગુવારની ફેકટરી શરૂ કરી બિઝનેસ શરૂ કર્યો હતો.
જો કે, ધંધામા મંદી આવતા નુકશાની જતા 3 વર્ષ ફેકટરી ચલાવ્યા બાદ ધંધો આટોપી લેવાયો હતો, મિલકત વેચી નાખવા ભાગીદારોએ નક્કી કર્યું હતું, પરંતુ, સમય વિતતા હાલ રાજકોટ ખાતે યુનિવર્સિટી રોડ ઉપર સુમન પેલેસમા રહેતા અજય સંતોકી સહિતના અન્ય ભાગીદારો આશિષ નંદાસણા, ગોરધનભાઈ સંતોકી, દીપક સંતોકી સહિતનાઓએ એકસંપ કરી ભરતભાઈને અંધારામા રાખી નવું બોગસ ભાગીદારી ડિડ ઉભુ કરી તેમાં ખોટી સહી કરી આખી ફેક્ટરી બારોબાર વેચી મારી હતી.
પોતાની ભાગીદારીવાળી ફેક્ટરી વેચાણ થઈ ગયાની જાણ થતા સંગીતાબેન ગુપ્તા, હરીઓમ ગુપ્તા સહિતના ઈસમો સામે ભોગ બનનાર ભરત સંતોકીએ પોલીસમાં આજથી 8 માસ પૂર્વે ફરીયાદ નોંધાવતા ફરિયાદ નોંધી બોગસ ડીડ અંગે હસ્તાક્ષર નિષ્ણાતનો અભિપ્રાય મેળવી હકીકત સાચી જણાતા ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.