તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં અસંતોષ:ટંકારા ભાજપમાં ડખો, ચાર કાર્યકરનો બળવો, અપક્ષ લડશે

ટંકારા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેલ જોઈ કોંગ્રેસે તા. પં.ની બેઠક પર મેન્ડેટ વગર જ ફોર્મ ભરાવ્યા
 • જિલ્લાની એક અને તાલુકાની બેઠક માટે થયો વિવાદ

ટંકારા તાલુકામાં ભાજપ દ્વારા ગુરૂવારે મોડી સાંજે ટિકિટ ફાળવણીની જાહેરાત કરાયા બાદ તાલુકામાં ભારે અસંતોષનો જવાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. તાલુકા પંચાયતની બે બેઠકો અને જિલ્લા પંચાયતની ઓટાળા બેઠક ઉપર પક્ષથી નારાજ થઈ ખુદ સંગઠનના હોદેદારોએ શુક્રવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી ખુલી નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વિવાદ ટાળવા કોંગ્રેસે મુંગા મોઢે ઉમેદવાર જાહેર કર્યા વિના જ પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપ્યા વગર ઉમેદવારી પત્રો ભરવા સૂચના આપતા આજે ટંકારા તાલુકાની બધી બેઠકો ઉપર વગર મેન્ડેટે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ પક્ષના કેટલાક કાર્યકરો નારાજ થયા બાદ રાત્રે ભડકો થયો હતો. અને તાલુકાની બે અને જિલ્લાની એક બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી હતી. જેમા, તાલુકા પંચાયતની ટંકારા-૧ બેઠક માટે ભાજપ પાસે દાવેદારી કરનાર યુવા ભાજપના સંગઠન મહામંત્રી ભાવિન સેજપાલને ટિકિટ ન મળતા નારાજ થઈ શુક્રવારે તેમના પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તો બીજી તરફ ટંકારા -2 બેઠકમાં પણ ટિકિટ માંગનાર ઈરફાન ડાડા અને મિતેષ મહેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

તાલુકાની ઓટાળા જિલ્લા પંચાયત બેઠક ઉપર બેચરભાઈ ઘોડાસરાને ટિકિટ ન મળતા તેમના માતા અમૃતાબેન મગનલાલ ઘોડાસરાના નામે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન ભરી નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે ગુપચુપ સંબંધિત ઉમેદવારોને સૂચના આપતા આજે મૂંગા મોઢે ભાવિ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો