તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની કનડગત:ટંકારામાં ઋષિબોધોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી

ટંકારા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરંપરાગત ઉત્સવની સાદાઇથી ઉજવણી શરૂ કરાઇ. - Divya Bhaskar
પરંપરાગત ઉત્સવની સાદાઇથી ઉજવણી શરૂ કરાઇ.
  • સિક્કિમના રાજયપાલે ઓમ ધ્વજ ફરકાવ્યો, પર્વ સિમિત આગંતુકોની હાજરીમાં ઉજવાયું

ટંકારામા મહાશિવરાત્રીએ મહષિઁ દયાનંદ સરસ્વતીને શિવરાત્રીએ બોધ પ્રાપ્ત થયાનું માનીને 60 વર્ષથી આર્યસમાજ સંસ્થા દ્વારા ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ઉજવવામા આવે છે.જેમા, સમગ્ર દેશભરમાથી હજારો આર્યવિચારકો અહી ઉમટી પડે છે. જોકે, આ વખતે વર્તમાન કોરોનાની કપરી પરિસ્થિતિ હોવાથી જાહેર ઉજવણી રદ કરી સંસ્થા પરિસરમા સિમીત આગંતુકોની ઉપસ્થિતીમા પારાયણ યજ્ઞ થકી બોધોત્સવ ઉજવ્યો હતો.

આજથી લગભગ બે દાયકા પૂર્વે તા. ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ના રોજ ટંકારામાં ઔદિચ્ય બ઼ાહ્મણ ત્રિવેદી કુળ મા જન્મેલા મૂળશંકર નામના બાળક તેના પિતા સાથે મહાશિવરાત્રીએ ટંકારાના પાદરમા આવેલા કુબેરનાથ મહાદેવ મંદિરે ચાર પ્રહર ની પુજા અર્ચના કરવા મંદિરમા સુતા હતા, એ વખતે શિવલિંગ પર ઉંદરને ફરતો જોતા ચંચળ મનના મૂળશંકરે માત્ર બાર વર્ષની ઉંમરે મંદિરે થી જ પિતાને ચરણસ્પર્શ કરી ઘર પરીવાર ત્યાગી સાચા શિવની શોધમાં ભારત ભૃમણે નિકળી ગયા હતા. સમય જતા વૈદિકધમઁની આહલેક જગાવી આર્ય સમાજ ધર્મ સ્થાપ્યો હતો.

અને સૌપ્રથમ ૧૮૭૫મા કાકરવાડી મુંબઈ ખાતે આર્યસમાજની સ્થાપના કરી હતી અને સમાજમા પ્રવર્તતી બાળ લગ્ન, સતીપ્રથા, જાતીવાદ, વિધવા પુનઃવિવાહ પ્રતિબંધ સહિતના અનેક કુરિવાજો સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત મહર્ષિ દયાનંદ સરસ્વતી તરીકે ઓળખ પામ્યા હતા. ત્યારથી આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને આર્યસમાજીઓ ૠષિ બોધોત્સવ પર્વ ઉજવે છે.જો કે આ વખતે કોરોનાાની કપરી સ્થિતિ હોવાથી સંસ્થા એ જાહેર ઉજવણી રદ કરી હતી. પરંંતુ સિમીત આગંતુકો અને સ્થાનિક આર્યવિચારકોની ઉપસ્થિતીમા સામવેેદ પરાયણ યજ્ઞ યોજી ઉજવણી કરી હતી. આ તકે, સિક્કિમના રાજયપાલ ગંગાપપ્રસાદ પધારતા તેઓના હસ્તે ઓમ ધ્વજ ફરકાવી ઉજવણી કરાઇ હતી.

95 વર્ષ પહેલા થઇ હતી આર્યસમાજની સ્થાપના
ટંકારાના ત્રણહાટડી વિસ્તારમાં આજથી સાડા નવ દાયકા પૂર્વે 1926મા દયાનંદના પરમ શિષ્ય સ્વામી શ્રધ્ધાનંદજીએ સ્થાનિકોને સાથે રાખી આર્યસમાજની સ્થાપના કરી હતી. આ સંસ્થામા જે તે વખતે ટંકારાના પ્રખર શાસ્ત્રી ભવાનીશંકર ત્રિવેદીના વડપણ હેઠળ સંસ્કૃત પાઠશાળા પણ શરૂ કરાયાનુ આર્યસમાજના જૈફ વયના વાનપ્રસ્થી દયાળ મુની આર્યએ જણાવ્યુ હતુ. આજે પંચાણુ વર્ષ ના થઈ ચુકેલા આર્યસમાજની બાગડોર સ્થાનિક યુવાનો સંભાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...