તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી પર સીનાજોરી:ટંકારા પાસે ટ્રકને અટકાવાતા રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ધમકી, લજાઇ ચોકડી પાસે અધિકારીની ફરજમાં રુકાવટ

ટંકારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે ખનીજ પરિવહન કરતા ચાર શખ્સ સામે ગુનો દાખલ

મોરબી જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને નાથવા તંત્ર હરકતમાં આવ્યુ છે. ખનન માફિયાઓને નાથવા ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે ફરજ પર રહેલા રોયલ્ટી ઇન્સ્પેકટર ગેર કાયદેસર ખનીજ પરિવહન કરતાં વાહનને અટકાવી દંડનો મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યા હતા. એ વેળાએ કારમા ઓચિંતા ચાર ઈસમોએ ધસી આવી ખાણખનીજ શાખાના ઈન્સ્પેક્ટરની સરકારી ફરજમાં રૂકાવટ કરી ચારેય ઇસમોએ એકસંપ કરીને દંડ ન કરવાની દમદાટી મારી હતી. તેમ છતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરે કાયદેસર કાર્યવાહી કરવાનુ કહેતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

રોયલ્ટી નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ભરત ભુલા પટેલએ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, પોતે ખનીજ ચોરીની બેફામ પ્રવૃત્તિને ડામવા ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે ખનીજ પરિવહન કરતા વાહનોની વોચમા હતા. એ દરમિયાન એક ટ્રક નં. જીજે ૧૩ એ ડબલ્યુમાં ખનીજ પરિવહન થતુ જોઈ તેને અટકાવી રોયલ્ટી વગર પરિવહન બદલ ખનીજ ચોરી સબબ દંડ વસુલાત માટે મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે એક કાર ધસી આવી હતી અને તેમાંથી એકસંપ કરી ચાર ઈસમો ડ્રાયવર પ્રવીણ ગોવિંદ રાજ્પુત ભગવતીપરા, રાજકોટ વિક્રમ બોરીચા રાજકોટ, ભરત રઘુ સહિતના ચારેય ઈસમોએ બેફામ ગાળો ભાંડી દંડની કાર્યવાહી ન કરવા ધમકી મારી હતી. એ સમયે જ પોલીસ આવી જતા પોલીસને જોઈને ત્રણ ઇસમો નાસી છૂટયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો