તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી જિલ્લાનું પ્રથમ ગામ:ફતેપરમાં જાગૃત લોકોએ સમયસર વેક્સિન લઈ લેતા 100 % રસીકરણ થયું; સ્વૈચ્છિક-કડક કાયદા પાલન, ફેરિયાઓની અવરજવર પર પ્રતિબંધનું પરિણામ

ટંકારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
100 ટકા રસીકરણ - Divya Bhaskar
100 ટકા રસીકરણ

ક્રુર કોરોના કહેરની લપેટમા આવ્યા વગર રાજયનું એક પણ શહેર કે ગામડું કદાચ બાકાત નહી હોય. દરેક ગામમા કોરોનાથી મોતના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે પડધરી તાલુકાના ખોબા જેવડા ફતેપર ગામે કોરોનાથી એક મૃત્યુ થતા ગ્રામજનોએ કોરોનાની થપાટની ગંભીર નોંધ લીધી હતી. અને સ્વયંભુ જાગૃત થઈને લોકડાઉન, ગામડામાથી આવા ગમન સહિતના કડક નિયંત્રણો ઉપરાંત 45 પ્લસને 100 ટકા વેકસિનેશનના સહિતના સ્વૈચ્છિક બનાવેલા કાયદા પાલનથી ફતેપર ગામમા લટાર મારવા આવેલો કોરોના ફરી ડોકાયો નથી. ફતેપર ગામે પોણા માસ પૂર્વે કોરોનાથી એક વ્યક્તિનુ મૃત્યુ થતા ગામડુ કોરોનાની થપાટથી સમસમી ઉઠયુ હતું.

અને સરપંચ શૈલેષભાઈ ગજેરા અને ગ્રામજનોએ ઈમરજન્સી બેઠક બોલાવી સ્વૈચ્છિક જાગૃત થઈ કડક લોકડાઉન, ગામડેથી આવા ગમન પર અંકુશ, બહારના ફેરિયાને પ્રવેશબંધી ઉપરાંત મહેમાનને અત્યંત જરૂરી કામ સિવાય ઘરઘણીએ જ નોતરવા પર રોક લગાવવા સહિતના કડક નિયંત્રણો લગાવી દીધા બાદ 45થી વધુ વયના તમામ વ્યક્તિઓને આરોગ્ય કેન્દ્રના અલ્પાબેન પટેલ, ભારતીબેન વેગડા અને મનોજસિંહ જાડેજાની મદદથી 100 ટકા વેક્સિન કામગીરી કરતાં કોરોના અહીં ફરી દેખાયો નથી. હાલની પરિસ્થિતિએ ગામડે કોરોના પોઝિટિવનો એકપણ કેસ નથી. ભવિષ્યની ચિંતા કરીને 45થી વધુ વયના પ્રથમ રસી લેનાર પૈકીના 40 % બીજો ડોઝ પણ પૂર્ણ કરી લેવાયો છે

18 પ્લસને રસીકરણનું આયોજન ઘડી કઢાયું છે
પિસ્તાલીસથી વધુ વયના લોકોને વેક્સિન આપવામા રાજકોટ જિલ્લાનુ પ્રથમ ગામ બનનાર ફતેપર ગામે ગ્રામ પંચાયતની પોતાની માલિકીના બે પીવાના પાણીના બે કૂવા છે. જેમા પાણી ખુટતુ ન હોય ગામડાના લોકોને નળ વાટે ઘરે ઘરે પાણી ની સુંદર વ્યવસ્થા ઉપરાંત ગામડામા ભૂગર્ભ ગટર ગામડાના મોટાભાગના રસ્તાઓ પર સિમેન્ટરોડ‌ અને‌ બાકી રહેલા માર્ગો ઉપર સિમેન્ટ બ્લોક માટે કાર્યવાહી ચાલી રહી છે. 18 પ્લસને રસીકરણ માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. - શૈલેષભાઈ ગજેરા, સરપંચ, ફતેપર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો