ટંકારામા બાર દિવસ પૂર્વે વેપારી પાસેથી ખંડણી વસુલવાના ઈરાદે પાન-બીડી, સોપારીના હોલસેલરનેભર બજારે ફાયરિંગ કરીને પતાવી દેવાયા બાદ ખંડણી વસૂલવા મૃતક પ્રૌઢના પુત્રને દસ લાખની ખંડણી માટે તારા બાપને પતાવી દીધા છે, તારા પણ એવા જ હાલ થશે તેવી ધમકી આપવા અને અન્ય એક આધેડને પણ પાંચ લાખની ખંડણી માટે ધમકીભર્યા ફોન કરવાના મુદ્દે પોલીસની હિરાસતમા રહેલા ત્રણેય આરોપીના રીમાન્ડ પુરા થતા જેલહવાલે કરાયા હતા. જોકે, પોલીસ ફરી મર્ડર કેસમા જેલમાંથી કબજો લેવા કોર્ટમા દોડી હોવાનુ જાણવા મળ્યું છે.
ટંકારામા રહેતા મૂળ નજીકના કલ્યાણપર ગામના પાન બીડી સોપારીના હોલસેલર સવજીભાઈ કકાસણીયાની ખંડણીના ઇરાદે હત્યા અને અશોકભાઈ મુંછાળાને પણ પાંચ લાખની ખંડણી માટે સતત ધમકી ભર્યા ફોન આવતા હોવા અંગેની ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપી પ્રિન્સ જીતેન્દ્ર અઘારા, હર્ષિત બેચર ઢેઢી અને યોગેશ રવિન્દ્ર પાવરાની પોલીસે ધરપકડ કર્યા બાદ રીમાન્ડ પર લીધા હતા.
સોમવારે રીમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા હતા. જોકે, સોપારીના ધંધાર્થીની ધમધમતા વિસ્તારમા ધોળે દિ’ તમંચાના ભડાકે કરાયેલી હત્યાના બનાવમા ફરી કબજો લેવા પોલીસ કોર્ટમા દોડી ગઈ છે. અને ફરી સરેઆમ દુકાનમા ઘુસી વેપારીને પતાવી દેવાના ગુનામા જેલમાંથી કબજો લઈ હથીયાર ક્યાંથી મેળવ્યુ? ત્રણમાથી કોણે ભડાકો કરી નિર્દોષ વેપારીને પતાવી દીધો? સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરશે.
ત્રણેય આરોપીએ ખંડણી માટે શહેરના આગેવાનો ઉદ્યોગપતિની યાદી બનાવી’તી
ત્રણેયએ સાથે મળી મોબાઈલના માધ્યમથી જુદી જુદી એપ્લિકેશન મારફતે ખંડણી ઉઘરાવવા ટંકારાના બે સરળ ધંધાર્થીને ફોનમાં ધમકી દેવાનો પ્લાન ઘડીને તેનો અમલ પણ કરી દીધો અને તેમાં હર્ષિતે તો જે થાળીમાં ખાધું એમા થુંકવા જેવુ હીન કૃત્ય કરી જેને પગભર કરવા રેફ્રીજરેટર રીપેરીંગ કામ શીખવી પુત્ર જેવો પ્રેમ આપ્યો તે અશોક પટેલ પાસેથી ખંડણી વસુલવાનો પ્રયાસ કર્યો અને ઓળખ છતી ન થાય એટલે કચ્છી ભાષામા ધમકી મારી ત્રિપુટીએ ખોફ ફેલાવવા વેપારીને પતાવી દીધા. હજુ પણ ન પકડાયા હોત તો વધુ લોથ ઢાળી ખોફ ફેલાવી ખંડણી માટે દહેશત ઉભી કરવાની ફિરાક હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.