તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:ટંકારાના સજનપરની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 11 ઝબ્બે

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પટમાંથી રોકડ મળીને 1.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ટંંકારા તાલુકાના સજનપર ગામે ગામડાની સીમમા ઈસમે પોતાના ખેતરમા જુગારધામ શરૂ કર્યાની બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસે દરોડો પાડતાં પતા ટીચતા અગીયાર જુગારીયાને રંગેહાથ ઝડપી લઈને પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ, રોકડ અને ૫ મોં.સા. મળી કુલ રૂપિયા ૧,૮૮,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી કાયદાનુ ભાન કરાવ્યું હતું.

ટંકારાના પો.સ.ઈન્સ. બી.ડી.પરમારને ટંકારા તાલુકાના સજનપર ગામે ગામડાના ધનજી દેવરાજ ગોરીયાએ પોતાની ગામડાની સીમમા આવેલ ખેતર (વાડી)મા જુગારધામ ધમધમતુ કર્યાની બાતમી મળી હતી. પોલીસે બાતમીની ખરાઈ કરતા હકિકત સચોટ હોવાની ખાત્રી થતા ફોજદાર પરમાર પોતાની ટીમના કિશોરભાઈ ગઢવી, નગીનદાસ નિમાવત, વિજયભાઈ બાર સહિતના પોલીસ કાફલા સાથે ગામડામા ચાલતા જુગારના અખાડા ઉપર ત્રાટકયા હતા. પોલીસનો દરોડો પડતા શકુનીઓના હોશકોશ ઉડી ગયા હતા.

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૭૦,૪૦૦/- ઉપરાંત, ૯ મોબાઈલ, ૫ બાઇક સહિત કુલ રૂપિયા ૧,૮૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે જુગારધામના સંચાલક ધનજી ગોરીયા, કિશોર મોહન મકવાણા, દીપક નરશી ભીસડીયા, મનસુખ પ્રભુ કારેલીયા, કાન્તિલાલ નારણ ભેંસદડીયા, મહેશ રમેશભાઈ ગોરિયા, મહેશભાઈ ધનજીભાઈ સુરેલા, દીપક દેવરાજભાઈ ફીસડીયા, અશોક ધનજીભાઈ સુરેલા, દિનેશ શીવાભાઈ દેસાઈ અને ધીરૂભાઈ ધનાભાઇ સાબરીયા રહે બધા સજનપર તા.ટંકારા સહિતના ૧૧ શખ્સને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી કાયદાનુ ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...