સરકારના નિર્ણયને તાનાશાહ ગણાવ્યો:મેડિકલ કોલેજના ખાનગીકરણ સામે ટંકારામાં વિરોધ, આવેદન, સરકારને પુન:વિચારણા કરવા માટે મામલતદારને રજૂઆત

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી ખાતે મંજૂર થયેલી સરકારી મેડીકલ કોલેજ કાર્યરત થાય એ પૂર્વે જ સરકારી કોલેજનુ ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી આ મુદ્દે ફેર વિચારણા કરવા આમ આદમી પાર્ટી ટંકારાએ ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ૨૦૧૩ના અંતિમ તબક્કામા રાજ્યની તત્કાલીન મુખ્યમંત્રી મોદી સરકારે સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબીને જિલ્લાનો દરજ્જો આપ્યો હતો. અને ૨૦૧૪ થી મોરબી જિલ્લો ધમધમતો થયા બાદ ધીમે ધીમે જિલ્લા કક્ષાની સવલતો પ્રાપ્ત થતી જાય છે.

જેમાં, મોરબી ખાતે સરકાર દ્વારા સરકારી મેડીકલ કોલેજ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ હજુ સરકારી મેડીકલ કોલેજ કાર્યરત થાય એ પૂર્વે જ મેડિકલ કોલેજનુ ખાનગીકરણ કરવાનો સરકારે નિર્ણય કરતા જિલ્લા ભરમાં ઠેર ઠેર વિરોધ ઉઠવા લાગ્યો છે. આ મામલે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ, યુવા પાંખના પ્રમુખ નિકુંજભાઈ દેત્રોજા સહિતના આપના કાર્યકરોએ પ્રજાના વિરોધના સુર મા સુર પુરાવી જિલ્લાના વિદ્યાર્થીઓના હિતને નુકસાન થવાની ભીતિ સાથે સરકારી મેડીકલ કોલેજના ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી આ મુદ્દે સરકારને ફેર વિચારણા કરવા અંગેનુ આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં સરકારના નિર્ણયને તાનાશાહી ગણાવી તાલુકા ઉપરાંત જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ તેમના વાલીઓને આર્થિક નુકસાન કરવાની કુચેષ્ટા ગણાવી સરકારી સવલતો પ્રાપ્ત કરાવવાને બદલે સરકારની નીતિ ખાનગી સંચાલકોને લૂંટવાનો પરવાનો આપવા બરાબર નિર્ણય ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...