તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઇના કર્યા ભાઇને વાગ્યા:ટંકારાના મિતાણાનો યુવાન દસ લાખ ઉછીના લઇ ફરાર, ઉઘરાણી ભાઇ પાસે કરી

ટંકારા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાણાં ધીરનારે મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ

ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા યુવાને એક શખ્સ પાસેથી દસ લાખ લીધા હતા અને બાદમાં તે ભરપાઇ કરવાને બદલે નાસી જતાં વ્યાજખોરે તેના ભાઇને તું તારા ભાઇના બદલે પૈસા આપી દે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી અને ધમકી આપનાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે ઉપર આવેલા મિતાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા પટેલ મહેશભાઇ ગણેશભાઇ ભાગીયા ઉ.વ ૪૨ એ ચારેક દિવસ પૂર્વે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેણે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, પોતાનાથી જુદા રહેતા નાના ભાઈએ ગામના સ્થાનિક જયદીપભાઇ બાબુભાઇ બસીયા પાસેથી રૂપિયા દસ લાખ ઉછીના લીધા બાદ ગામડેથી જ ગુમ થઈ ગયો હતો.

ભાઈ પલાયન થઈ જતા ઉછીના નાણા ધીરનાર જયદીપ બસીયાએ પોતાને આંતરી તથા મોબાઈલ પર સંપર્ક કરી વારંવાર નાણાની ઉઘરાણી કરી હતી. એલફેલ ગાળો ભાંડી મારકુટ કરતા હોય અને ભાગી જનારા ભાઈ પાસેની લેણી રકમ દસ લાખ નહી આપે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોતે આટલા નાણા ક્યાંથી આપી શકે? એક તરફ ભાઈ તેના પત્ની અને બાળકોને પણ છોડી ક્યાંક ગુમ થઈ ગયો હોય એ ચિંતામા ગભરાટમાં પોતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેમ જણાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો