તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ટંકારામાંથી અપહરણનો નાસતો ફરતો શખ્સ પકડાયો, 21 વર્ષ પૂર્વે અપહરણ કરનાર શખ્સની ધરપકડ

ટંકારા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ટંકારા પંથકમાંથી 21 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી નાસી ગયેલા ઈસમનો કેસ વણઉકેલ્યો પડ્યો હતો. જે ગુનાનો આરોપી પંથકમાં હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દબોચી લીધો હતો.આજથી 21 વર્ષ પૂર્વે ટંકારા પંથકમાંથી પરપ્રાંતિય ખેતમજુર પરીવારની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને રમેશ ઉર્ફે રાણો ધનજીભાઈ સંગોડ નામનો પરપ્રાંતિય ખેતમજૂર ભગાડી ગયો હતો.

બાદમાં પોલીસથી નાસતો ફરતો હોય હાથ આવતો નહોતો. તાજેતરમાં ટંકારા સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, સગીરાને ઉઠાવી જનાર ઢગો રાણો ફરી ટંકારાના ગામડામાં ખેતમજૂરી કામે આવ્યો હોય પોલીસે બાતમીવાળા સ્થળે વોચ ગોઠવી પકડી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો