તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મિતાણા પાસેથી પાઉડરની બોરીની આડમાં છૂપાવેલો દારૂ મળી આવ્યો

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટેલમા ઉભેલા ટ્રકમાથી 2100 બોટલ દારૂ સહિતના મુદ્દામાલ સાથે 1 પકડાયો

રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક હોટલના પ્રાંગણમા પાર્ક કરેલા ટ્રકમા વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતા પોલીસ કાફલાએ હાઈવે પર દરોડો પાડીને રૂ. પોણા તેર લાખની કિંમતના વિદેશી દારૂ સહિત ૨૭,૮૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પરપ્રાંતના એક શખ્સને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલસીબી ટીમ હાઈવે પર પેટ્રોલિંગમા નિકળ્યા હતા, એ સમયે બાતમી મળી હતી કે, મિતાણા હાઈવે પર શિવ પેલેસ હોટલના પ્રાંગણમા પાર્ક થયેલા ટ્રકમા સફેદ પાવડરની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આથી કાફલો આધારે હોટલના ગ્રાઉન્ડમાં ત્રાટક્યો હતો. અને બંધ પડેલા ટ્રક-ટેઇલર નંબર RJ-36-GA-3094 ની તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂ. ૪,૫૧,૨૦૦નો દારૂ તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦૦,૦૦ મળી કુલ રૂ.૨૭,૮૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે લીધા બાદ ટંકારા પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી પોલીસે ધુકલસિંગ રાવત રહે. ખોખરી, જી.પાલી રાજસ્થાનને પોલીસે દબોચી લઈ પુછપરછ કરતા રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર લેખરાજસીંગ તથા ટ્રક માલિક રજાક કટાત હોવાનુ જાણવા મળતા પોલીસે બંનેને ફરાર જાહેર કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...