ટંકારામાં આગામી તા. 26ના રોજ લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવનું મંગલ આયોજન કરવામાં આવ્યું છે. હાઇવે પર આવેલા સરદાર પટેલ સંકુલ ખાતે વહેલી સવારે યોજાનારા આ ઉત્સવમાં ખોડલધામના ચેરમને નરેશ પટેલ, ધારાસભ્ય જયેશ રાદડિયા, મંત્રી રાઘવજી પટેલ સહિતના પાટીદાર આગેવાનો યુગલોને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. પાટીદાર સમાજના ઉપક્રમે ચોથી વાર યોજાઇ રહેલા ઉત્સવમાં 19 યુગલ જોડાઇને ગૃહસંસાર કેડીએ પ્રસ્થાન કરશે.
આ સમૂહ લગ્નોત્સવનો સમય વહેલી સવારે સાડાપાંચનો મુકરર કરાવામાં આવ્યો છે. સમુહ લગ્નમાં તમામ દિકરીઓને સોનાની વીંટી, નાકની વારી,ચાંદીના પાયલથી માંડીને વાસણ સહિતનો લગ્નનો તમામ સામાન આપવા ઉપરાંત, ધામિઁક ગ્રંથો અને સામાજીક જ્ઞાન પિરસતા પુસ્તકો તેમજ ચાંદીની ગાય પણ કરિયાવરમા અપાશે. આ તકે, યુવા ટીમના પ્રમુખ અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગીયા, અલ્પેશ મુંજાત, હસમુખ દુબરીયા, દિવ્યેશ નમેરા, મુકેશ દુબરીયા, નિલેશ પટણી, ફાલ્ગુન સંઘાણી, નિરવ ભાગીયા ઉપરાંત, મહિલા ટીમ સમાજના સામાજિક કાર્યક્રમને સુપેરે પાર પાડવા જહેમત ઉઠાવી રહ્યા છે.
યુગલોને રામાયણ અને ગીતાજી ભેટ અપાશે
કન્યાઓને કરિયાવરના કાયમી દાતા કિશોરભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે સમૂહલગ્નમાં લગ્ન બંધને જોડાનાર 19 કન્યાને કરિયાવર રૂપે તમામ ચીજવસ્તુની સાથે હિંદુશાસ્ત્રોના મહાન ગ્રંથ ગણાતા રામાયણ અને ગીતાજી પણ ભેટમાં આપવાની પરંપરા જાળવી રાખવામા આવી છે. ધાર્મિક પુસ્તક કરિયાવરમા આપવાનો ઉદેશ એવો છે કે દીકરીઓ સીતાજીના જીવન ચરિત્રમાંથી એવી શીખ લે કે કોઇ પણ સ્થિતિમાં પતિનો સાથ ન છોડે અને દીકરાઓ ગીતાજી તેમજ કૃષ્ણની જીવન લીલામાંથી એવી શીખ લે કે ગમે તેવી સ્થિતિમાં પોતાની રાધાને ખુશ રાખે અને સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરે તે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.