કાર્યવાહી:સરકારી જમીનમાં કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટંકારાના વીરપર ગામે ખરાબામાં દબાણ કર્યું’તું
  • મોરબીના શખ્સ સામે મામલતદારે ફરિયાદ કરી

ટંકારા તાલુકાના વિરપર ગામે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરનાર મોરબીના શખ્સ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ટંકારા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની ગંભીરતા પારખી તાબડતોબ જમીન હડપ કરનારા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના મોરબી હાઈ-વે પર આવેલા વિરપર ગામે આવેલી સરકારી ખરાબાની જમીન સ.નં.૩૯૬ પૈકી ૩૦/પૈકી ૧ ની જમીનમા ૨૦૨૩ ચો.મી. હડપ કરી જવાના ઈરાદે છેલ્લા ઘણા સમયથી રમેશ બઘાભાઈ રબારી (રહે. એમ-૫૫ ના બ્લોક નં. ૩૧૦, ન્યુ. ગુ.હા.બોર્ડ,શનાળા રોડ, મોરબી) વાળા ઈસમે ગેરકાયદેસર રીતે કબજો જમાવેલી હોય સરકારી જમીન પર કબજો જમાવ્યા અંગેની માહિતી ટંકારા મામલતદારને મળતા મામલતદારે ટંકારા પોલીસમા લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ટંકારા મામલતદારની ફરિયાદને આધારે પોલીસે બનાવની ગંભીરતા પારખી તાબડતોબ જમીન હડપ કરનારા મોરબીના ઈસમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...