અભિયાન:ટંકારા પંથકમાં બાળકોને સુરક્ષિત કરવા ન્યુમોનિયા ન્યુમોકોકલ વેક્સિનેશન શરૂ

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યુમોકોકલ વેક્સિનેશન શરૂ. - Divya Bhaskar
ન્યુમોકોકલ વેક્સિનેશન શરૂ.
  • ઓટાળા અને લજાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ રસીકરણ કરાયું

સરકારે કોરોનાને દેશવટો આપવા દરેક નાગરિકને વેક્સિન આપવાના આદરેલા અભિયાનમા માસુમ કુમળા બાળકોની સુરક્ષાની ચિંતા કરી ન્યુમોકોકલ વેક્સિન (PVC)નો પ્રારંભ કરવાની આપેલી સુચના અંતર્ગત ટંકારા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ટંકારા ઉપરાંત તાલુકાના ઓટાળા અને લજાઈ પ્રા. આ. કેન્દ્ર ખાતે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટંકારા ઉપરાંત, તાલુકાના ઓટાળા અને લજાઈ પી.એચ.સી. ખાતે ન્યુમોકોકલ વેક્સિનેશન શરૂ કરાયું છે. જેમા, ટંકારા અને ઓટાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયાએ દિપ પ્રાગટય કરી બાળકોના આરોગ્યને સુરક્ષિત કરવા ન્યુમોકોકલ ડોઝ આપવાની શરૂઆત કરાવી હતી.

આ તકે, હેલ્થ ઓફિસર આશિષભાઈ સરસાવડીયા, મેડીકલ ઓફિસર રાધિકાબેન વડાવિયા, જી.પં. સદસ્ય પતિ અશોકભાઈ ચાવડા, કલ્યાણપર ગામના સરપંચ દિનેશભાઈ વાધરીયા, હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ મેવા, ઓટાળાના સરપંચ વર્ષાબેન દેસાઈ, હેલ્થ વર્કર યોગીરાજ ધાંધલીયા, ભૂમિકાબેન જામરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે લજાઈ પ્રા.આ.કેન્દ્ર ખાતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાની ઉપસ્થિતિમા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મિતુલ દેસાઈ, ફિમેલ હેલ્થ વર્કર પિનલબેન સંઘાણી, આશા વર્કર અવનીબેન સોલંકી, વાસંતીબેન જાદવ, હેલ્પર રેશમાબેન સહિતનાઓએ બાળકોને ડોઝ આપવાની કામગીરી આરંભી હતી. બીજો ડોઝ બે માસ બાદ એટલે કે બાળકને સાડા ત્રણ માસે અને ત્રીજો બુસ્ટર ડોઝ બાળક નવ માસનું થાય ત્યારે આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...