તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નેકનામ ગામે પીવાના પાણીનો જગ પરત આપવાના બદલે ધંધાર્થીને ધોકા ફટકાર્યા

ટંકારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાણીના જગની ઉઘરાણીમાં ખાલી પાત્રને બદલે લાકડીઓ પડી

ટંકારાના નેકનામમાં પિવાના ફિલ્ટર પાણીનો ધંધો કરતા યુવા વેપારી પાસેથી સ્થાનિક યુવકે પાણીનો જગ લીધા બાદ પાણી ભરવાનું પાત્ર ગણાતો જગ લાંબો સમય વિતવા છતા પરત ન આવતા જગની ઉઘરાણી કરતા બે શખ્સોએ એક સંપ કરી હવે જગ નથી દેવો કહી બબાલ કરી યુવકને ચોરી ઉપર સીનાજોરી કરી લમધારી નાખી ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મુદ્દે ભોગ બનનારે ટંકારા પોલીસમા બનાવની ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને ગામડામા પિવાના ફિલ્ટર પાણીનો ધંધો કરતા દિવ્યેશભાઈ કેશવજીભાઈ ચીકાણીએ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતે ગામડામા પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવી શુધ્ધ પાણીનો ધંધો કરતા હોય આ દરમિયાન સ્થાનિક ગામના યુવરાજસિંહ દિલુભા ઝાલાને પિવાના પાણીનો જગ નિયમ મુજબ ગ્રાહક તરીકે માંગણી કરતા આપ્યો હતો. લાંબો સમય વિતવા છતા પાણી ભરવાનુ ખાલી પાત્ર જગ પરત ન આવતા જગ ની ઉઘરાણી કરતા તેઓએ જગ પરત આપવાને બદલે વળતરમા બેફામ ગાળો ભાંડી હતી.

અને ઉપર જતા તે અન્ય શખ્સ હરપાલસિંહ હનુભા ઝાલા સાથે આવી બંને શખ્સોએ એક સંપ કરી જગ પરત કેમ માંગ્યો એમ કહી પ્રારંભે બબાલ કરી લાકડી ધોકાથી હુમલો કરી બેફામ માર મારી પાણીના વેપારીને લમધારી સામુ પાણી બતાવ્યુ હતુ.અને જતા જતા હવે જગ નથી દેવો કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ચોરી ઉપર સીનાજોરીના બનાવની ભોગ બનેલા યુવકે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે વિધીવત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...