ગામડું ગોબરૂં:વીરપર ગામમાં સરપંચના આંગણે કચરો ઠાલવવાની લોકોની ચીમકી

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની બેદરકારીના પાપે વિવાદના ફટાકડા ગમે ત્યારે ફૂટવાના એંધાણ

ટંંકારા તાલુકાના વિરપર ગામે ગામડામા રહેણાંક વિસ્તારમા કચરાના ગંજ ખડકાયા હોય દિવાળીના તહેવાર ટાઈમે પણ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામગીરી હાથ ન ધરાતા ગામડું ગોબરૂં બની ગયુ છે. લોકોએ ગંદકીના ખડકલાથી રોગચાળો વકરવા સાથે માંદગીમા પટકાવાની દહેશત વ્યકત કરી મહિલા સરપંચને રાવ કરવા છતાં ફરિયાદની ઉપેક્ષા થતી હોવાની લેખિત રાવ ટંકારા મામલતદારને કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે જો તાકિદે ગ્રામ પંચાયત દ્વારા ઉકરડાનો નિકાલ નહી કરવામા આવે તો કચરાના ગંજને ઉસેડીને સરપંચના ઘર પાસે ખડકી દેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાતા નાનકડા ગામડામા ઉકરડા વિવાદના ફટાકડા ફુટે એવા અણસાર સર્જાયા છે.

મોરબી હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના વિરપર ગામે સફાઈ કામગીરી હાથ ધરવામા ન આવતા ઉકરડા ખડકાયા છે. ગામડાના નવા વિસ્તારમા વસતા સાવન નરેન્દ્રભાઈ મુંદડીયાએ આંગણા પાસે ગંદકીના ગંજ ખડકાયા હોય સફાઈ કામગીરી કરવા મહિલા સરપંચને ફરીયાદ કરી હતી. પરંતુ સ્વચ્છતા મુદ્દે સરપંચનુ વલણ ઉદાસીન હોય જેસીબીની વ્યવસ્થા થયે ઉકરડો દુર કરવાની ખો આપી તહેવાર સમયે કામગીરી હાથ ન ધરતા આ અંગે મામલતદારને રાવ કરી હતી અને જો ઉકરડો તાકિદે નહી ઉપાડવામા આવે તો આ ગંદકી સરપંચના આંગણા પાસે ઠાલવવાની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...