તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Tankara
 • In Vachakpar, In The Case Of Crop Irrigation, The Owner Was Attacked By The Farm Laborers, Four Laborers Conspired And Attacked The Owner Of The Farm.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વાછકપરમાં પાક પિયત મામલે માલિકને ખેતમજુરોએ લમધાર્યા, ચાર મજૂરોએ સંપ કરી વાડી માલિક પર કર્યો હુમલો

ટંકારા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટંકારા તાલુકાના વાછકપર ગામે ખેતરમા વાવેલા કપાસના મોલને પિયત કરવા મુદે્ જમીનદાર ખેડુત અને ખેતમજુર વચ્ચે વાંકુ પડતા ચાર મજૂરોએ એક સંપ કરી જમીન માલિક ખેડુત પર હુમલો કરી માર મારતા ભોગ બનનાર વાડી માલિકે પોતાના ખેતરમા ખેતમજૂરી કરતા ચાર મજૂર સામે ટંકારા પોલીસમા રાવ કરતા ખેડુતવર્ગમા આ મુદે ચર્ચા જાગી છે. ટંકારા તાલુકાની ભૌગોલિક રચના મુજબ અંતરીયાળ આવેલ વાછકપર ગામના મૂળ વતની અને હાલ રાજકોટના કુવાડવા રોડ ઉપર શીવધારા ખાતે રહેતા મેઘજીભાઇ ચનાભાઇ ડોડીયા (ઉ.૭૨) નામના વૃધ્ધ ખેડૂતની ખેતીની જમીન વતનમા આવેલ હોય તેઓએ ખેતીકામ માટે તેમની વાડીમાં ખેતમજૂર તરીકે સાવનભાઇ ઠાકોર,

રાજેશભાઇ ઠાકોર, મહોબત સેધાભાઇ, મીતેશ સાવનભાઇ ઠાકોરને મજુરી કામે સમજુતીથી રાખ્યા હતા.જમીનમાલિક વયોવૃધ્ધ મેઘજીભાઈ બે’ક દિ’ પૂવૅઁ રાત ના નવેક વાગ્યે રાજકોટથી પોતાના ગામડે વાછકપર ગામની સીમમા આવેલ પોતાની ખેતીની જમીન વાડી ખાતે ગયા હતા. મજૂરો આરામ ફરમાવતા હોવાથી કપાસના મોલ ને પિયત કરવા પાણી વાળવા મુદે્ આગ઼હકરતા આ મુદે્ મજુરો સાથે બબાલ થતા ખેતમજુરો ઉશકેરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો