ભૂલકાંઓની ભક્તિ:ટંકારામાં બાળકોએ પોકેટમનીમાંથી ગણપતિ ખરીદ્યા અને સાઇકલ પર વાજતે ગાજતે લાવ્યા

ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળરાજાઓ ઝૂંપડી બાંધીને બાપ્પાને બેસાડી રોજ કરે છે આરતી

ભગવાનની ખરા હૃદયથી ભક્તિ કરવા માટે ભીતરમા સાચો ભાવ હોવો જોઈએ. બાહ્ય આડંબર કે દંભ દેખાડો જરૂરી નથી. એવા દિદાર ટંકારામા ગણપતિ બાપ્પાના આવિષ્કાર વખતે થયા હતા. ટંકારાના આર્થિક પછાત ગણાતા મફતીયા પરા વિસ્તારના બાળકોએ નગરમા ગણપતિ પંડાલ જોઈ ભીતરમા દુંદાળાદેવ ગણપતિ બાપાને પોતાના વિસ્તારમાં પંડાલ સ્થાપી બાપાને તેડાવવા માટે લાગણી જન્મી હોય, ગજવામા પૈસા નહોતા પરંતુ ભૂલકાઓના હ્દયમા હામ મોટી હતી.

દરરોજ સવાર સાંજ બાળ સહજ ભાવે ધામિઁક ઉજવણી કરી
ધાર્મિક ઉજવણી કરવા માટે આ પરીવારના બાળકોએ શાળાએ જતી વખતે મળતી મર્યાદિત ખીસ્સા ખર્ચીની રકમ બચાવી નાનકડી સાયકલ પર ગણેશજીને થાળી વાટકાના વાજતેગાજતે વાજીંત્ર વગાડી લાકડીના ટેકે ઝુંપડી (પંડાલ) બનાવી બાપાને બિરાજમાન કરી દરરોજ સવાર સાંજ બાળ સહજ ભાવે ધામિઁક ઉજવણી કરી રહ્યા છે.

વાજીંત્ર વગાડતા શાનથી બાપાને બિરાજમાન કર્યા
ટંકારાના મામલતદાર કચેરી પાસે આવેલા મફત ૧૦૦ ચોરસ વાર ઘરથાળ મકાનના મફતીયાપરા વિસ્તારના બાળકોને શહેરમા સ્થપાતા ગણપતિ પંડાલ જોઈ પોતાના મહોલ્લામા દુંદાળાદેવને તેડાવવા ભાવ જાગ્યો. વધુ પૈસા હતા નહીં, આથી બાળકોએ ઘરેથી ભાગ લેવા મળતા મર્યાદિત ખિસ્સા ખર્ચની નજીવી રકમ બચાવી ગણપતિબાપાની નાનકડી મૂર્તિ ખરીદી, બાપાને નાનકડી સાયકલમા દમામભેર ઠાઠથી બિરાજમાન કરી થાળી વાટકા અને ડબ્બાના વાજીંત્ર વગાડતા શાનથી બાપાને બિરાજમાન કર્યા અને ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરી રહ્યા છે.

યૂ..તો ‘સાઇકલ’ સવારી તેરી
​​​​​​​
ટબુકડાના હ્યદયમા ધબકતા ભક્તિ અને ધર્મના ભાવને લોકો બીરદાવી રહ્યા છે. આસ્થાને ક્યા઼ં કોઇ ઉંમરનો તકાજો નડે! ટાબરિયાંઓને પ્રેરણા થઇ કે ચાલો ગણપતિ બેસાડીએ અને બાળકોએ ભાવથી શરૂ કરી દીધી ગજાનનની આરાધના.

અન્ય સમાચારો પણ છે...