તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટંકારામાં કોરોનાનો ભરડો:ગ્રામ્ય વિસ્તારમાં કેસમાં ઉછાળોલજાઇ ગામમાં આગેવાનોએ સ્વખર્ચે કરાવ્યા લોકોના ટેસ્ટ

ટંકારા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર લાગી રહી છે કતારો: ટેસ્ટ માટેની કિટ ખૂટી પડતાં દેકારો

ટંંકારા તાલુકામા કોરોનાએ માઝા મુકી છે અને હવે તો પંથકના લોકો ભયથી રીતસર થથરી રહ્યા છે.પંથકમા માંદગીનુ પ્રમાણ વધતા લોકો પણ તાવ,શરદી,ઉધરસ કે શરીરમા તંદુરસ્તીને અસર કરતા લક્ષણો દેખાય કે તરત અગમચેતી વાપરી કોરોના ટેસ્ટ કરાવવા દોડાદોડી કરવા માંડ્યા છે.

તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર લાંબી લાઈનો લાગી છે.પરંતુ સરકારી સારવાર સેન્ટર પર કોરોના ટેસ્ટ માટેની કીટ ખૂટી પડતા પ્રજાજનોમા ભારે રોષ ભભુકી ઉઠયો હતો. લજાઈ પીએચસી ખાતે લાંબી લાઈનો લાગ્યા બાદ કીટ મામલે કાગારોળ મચતા જી.પં.ના મહિલા સદસ્ય ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર ઉપરાંત તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનો મહેશ લિખિયા,વલમજીભાઈ રાજપરા સહિતનાઓએ પોતાના અંગત ખર્ચે ૨૦૦ કિટની વ્યવસ્થા કરી તંત્રને દર્દીના ટેસ્ટ પુરા કરાવવા મદદ કરી હતી.આ તકે, લજાઈના સરપંચ પણ પીએચસી ખાતે સવારથી ખડે પગે રહી તંત્ર અને પ્રજાની મદદે રહ્યા હતા.

સમાજસેવા માટે બ્રહ્મસમાજ રસીકરણ કેમ્પ યોજશે
બ્રહ્મસમાજ સંસ્થા દ્વારા સમાજસેવા માટે રસીકરણ કેમ્પ યોજવા આયોજન ઘડાઈ રહ્યુ છે. પંથકના તમામ બ્રહ્મ જ્ઞાતિજનો, હવેલીપંથી વૈષ્ણવજનો ઉપરાંત તમામ ૪૫ વર્ષ ઉપરના લોકો માટે આગામી દિવસોમા કોરોના વિરોધી વેક્સિન લેવા માટે સામુહિક કેમ્પનુ આયોજન કર્યું છે, જેમાં દરેક લોકો રસીકરણનો લાભ લઈ શકશે. સ્વૈચ્છિક રસીકરણનો લાભ લેવા માટે આધારકાર્ડ સાથે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ અને હવેલીના મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદી પાસે નામ નોંધણી કરાવવા બ્રહ્મસમાજના પ્રમુખ એચ.ડી.ત્રિવેદીએ અપીલ કરી છે. સામુહિક વેક્સિન કેમ્પ કાર્યક્રમ માટે ટુંક સમયમા તારીખ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો