ધરપકડ:રાજકોટમા કિશોર વયે ચીલઝડપ કરનારો યુવાવયે ટંકારાથી ઝબ્બે

ટંકારા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહો આશ્ચર્યમ્| પોલીસ ટીમની બલિહારી!
  • શખ્સના નામે પ્રોહિબિશનના પણ ત્રણ ગુના બોલે છે!

ટંકારા પોલીસે લતીપર ચોકડી પાસે ઉભેલા યુવાનની હરકત શંકાસ્પદ લાગતા અટકાવી પુછપરછ કરતા રાજકોટમા કિશોર વયે ચેનની ચીલઝડપ કરવાનો ગુનો આચરી નાસતો ફરતો હોવાની કબુલાત આપતાં અટકાયત કરી રાજકોટ પોલીસને હવાલે કર્યો હતો.

ટંકારા પોલીસ ટીમ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, એ દરમિયાન લતીપર ચોકડી પર ઉભેલો યુવાન શંકાસ્પદ જણાતા અટકાવી પુછતાછ કરતા મૂળ ટંકારાના મોટા રામપરનો વતની હોવાનુ અને હાલ રાજકોટ કુબલિયાપરામા રહેતો હોવાની ઓળખ આપી પોતે સાતેક વર્ષ પૂર્વે કિશોર વયે રાજકોટમા ચિલઝડપ કરી હોવાની કબુલાત આપી હતી અને નાસતો ફરતો હોવાનુ જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

કિશોરવયે આચરેલા ગુનામા હાલ યુવાવયે પહોંચેલા યુવાનની આરોપી તરીકે અટક કરી રાજકોટ પોલીસને હવાલે કર્યો હતો. વધુમા, ટંકારા પોલીસના હાથે ઝડપાયેલા રાજકોટના ચીલ ઝડપના આરોપી વિરૂધ્ધ રાજકોટ ઉપરાંત મોરબી સિટી એ ડિવિઝનમા પ્રોહીબિશનના બે ગુના અને ટંકારા પોલીસ મથકમાં પણ પ્રોહિબિશન એકટ હેઠળ અગાઉ ગુના નોંધાયા હોવાનુ ખુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...