તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મિતાણામાં ઘરમાં જુગાર રમતાં 6 શખ્સ ઝડપાયા

ટંકારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પોણા લાખનો મુદ્દામાલ કબજે લીધો

ટંકારા તાલુકાના મિતાણા ગામે ગામડાના એક મકાનમા પત્તા ટીંચાતા હોવાની બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસ કાફલાએ સગડવાળી જગ્યાએ ત્રાટકી છ ઈસમને રૂપિયા‌ 73,250/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ટંકારા તાલુકાના મિતાણા ગામે ગામડામા રહેતા ઘનશ્યામસિંહ હેમતસિંહ જાડેજાના મકાનમા પત્તા ટીંચી જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી ટંકારાના પોલીસ સબ ઈન્સપેકટર બી.ડી.પરમારને મળતા પોલીસે બાતમીની ખાતરી કરી બાતમી દમ વાળી જણાતા પોલીસ કાફલો પળનોય વિલંબ કર્યા વગર જુગારધામ પર ત્રાટક્યો હતો.પોલીસે સ્થળ પરથી ઘરધણી ઘનશ્યામસિંહ જાડેજા ઉપરાંત, ભરવાડ વિપુલ પુનાભાઈ બાંભવા, ભરવાડ રઘુભાઈ નાજાભાઈ સરસિયા, સામંત ઉર્ફે બાબો પાલાભાઈ બોરીચા, જયરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને ખલીફા નાસિર હુસેનભાઈ લધડ સહિત છને રોકડા 60750 તથા મોબાઈલ નંગ ૭ કિંમત રૂ 12,500/- મળી કુલ રૂપિયા 73,250/-ના મુદામાલ સાથે હિરાસતમાં લઈ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો