તપાસ:હમીરપરમાં પુત્રવધૂને સસરા, જેઠે લાકડી -પાઈપથી ફટકારી

ટંકારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને લઈ પતિ ભાગ્યો તો જેઠ પાછળ મારવા દોડ્યો
  • ​​​​​​​બન્ને રોજ દારૂ પીને પતિની ગેરહાજરીમાં કરતા માથાકૂટ

ટંંકારા તાલુકાના હમીરપર ગામે સસરા અને જેઠે સાથે મળીને પરીણિતાને ધોકા, પાઈપ ફટકારી બેરહેમીથી લમધારી નાંખી હતી. પત્નીને દયાહીન પિતા અને ભાઈની ચુંગાલમાથી બચાવી પતિ લોહી નિંગળતી હાલતે હોસ્પિટલ પહોંચાડી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસે બનાવની ગંભીરતા પારખી વધુ તપાસ હાથ ધરી હતી. ટંકારા તાલુકાના પડધરી રોડ પર આવેલા હમીરપર ગામે સાસરે સંયુક્ત પરિવારમા રહેતા પટેલ અપેક્ષાબેન જીગ્નેશભાઈ રતનપરા રાબેતા મુજબ રોજીંદા ઘરકામ કરી રહ્યા હતા.

એ દરમિયાન કાયમી નાની નાની બાબતોમા ઘરેલુ કંકાસ કરવાની ટેવ ધરાવતા સસરાએ ગામમા લટાર મારી ઘરમા આવી બબાલ કરવાનુ શરૂ કર્યું હતુ. પુત્રવધુ સસરાનો બબડાટ પ્રત્યે ધ્યાન આપવાનુ ટાળી કામકાજ કરી રહ્યા હતા. ત્યા ઓચિંતા સસરા પ્રભુદાસ રતનપરાએ પોતાના નાના પુત્રની પત્ની અપેક્ષાને લાકડીથી ફટકારવા લાગતા મારથી બચવા ચીસો પાડતા પતિ જીગ્નેશ દોડી આવી પોતાની પત્નીને લઈ ઘરમાથી બહાર નિકળી ભાગવા લાગતા ઓચિંતા જેઠ આનંદભાઈ હાથમા લોખંડનો પાઈપ લઈ ધસી આવી ગામના પાદરમા નાનાભાઈની પરીણિતાને માથામા લોખંડનો પાઈપ ફટકારી દીધો હતો.

ગામડામા પોતાની પત્નીને બાપ અને મોટાભાઈએ બેફામ માર મારતા લોહી નિંગળતી હાલતમા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી. અહીંયા પરીણિતાએ પોલીસને પોતાના સસરા અને જેઠે માર માર્યા ની રાવ કરતા ટંકારા પોલીસે બનાવની ગંભીરતા પારખી વધુ તપાસ હાથ ધરી હતી.

ગામડામા પોતાના નાના પુત્રની પરિણીતાને બેરહેમીથી ફટકારનાર સસરા અને જેઠ દારૂ પીવાની કુટેવ ધરાવતા હોય અને છાસવારે દારૂના નશામા ધૂત થઈ ઘરમા દંગલ કરતા હોવાનુ ગામડેથી જાણવા મળેલ હતુ. ભોગ બનનાર અપેક્ષાબેનનો પતિ જીગ્નેશ મોરબી સિરામિક ફેકટરીમા કામ કરતો હોય સવારે કામે ગયા બાદ મોડી સાંજે પરત ગામડે આવતો હોવાથી પોતાના બાપ અને મોટાભાઈની હેવાનિયતનો અસલી અંદાજ નહોતો. પરંતુ પતિની હજરીમાં તાજેતરમાં જ બબાલ થતા આખું ચિત્ર સામે આવી ગયું.

અન્ય સમાચારો પણ છે...