તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર ઘટના:મહિલાએ સાપથી બચવા દોટ મૂકી તો કૂવામાં પડતાં મોત

ટંકારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટંકારાના કલ્યાણપર ગામમાં બનાવ બન્યો
  • બળતણ માટે સાઠીઓ વિણવા મહિલા ગઇ’તી

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ગામડાની ખેડુત પરીણીતા ગામડાની સીમમા બળતણ માટે સાઠી વિણવા માટે ગઇ હતી. ત્યારે અચાનક જ સાપ દેખાતા મહિલા ગભરાઇ ગઇ હતી અને ત્યાંથી દોટ મૂકતા ત્યા પાસે આવેલા કુવામા અકસ્માતે ખાબકતા તેણીનુ મોત નિપજયુ હતુ. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ટંંકારા તાલુકા મથકથી માત્ર બે કીમી દુર આવેલા કલ્યાણપર ગામે રહેતા રસિકભાઈ વઘારીયાના પત્ની હંસાબેન વઘારિયા (ઉં.વ. 48) ગામડે સીમમા બળતણ માટે સાઠીઓ વીણવાનુ કામ કરી રહ્યા હતા એ દરમિયાન સાઠીઓની વચ્ચે સાપ નિકળતા તેઓ ગભરાઈ ગયા હતા. સાપથી બચવા ગભરાટમા દોટ મુકી હતી. અને ભયથી ભાગવા જતી વેળાએ નજીકમા આવેલા કુવામા અકસ્માતે ખાબકયા હતા.

ગામડાની પરીણિતાએ મોતથી બચવા દોટ મુકી હતી. પરંતુ તેમ છતા મોત આંબી ગયુ હતુ. આ બનાવની જાણ ટંકારા પોલીસને બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...