તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટંકારાના નેકનામ ગામે ૧૦૮ જેવી પશુઓના આરોગ્ય માટે ૧૯૬૨ સેવા શરૂ થતા પશુપાલકોએ રાજીપો વ્યકત કર્યો હતો. ગામડાના સરપંચે ગ્રામ્ય પંથકમા દુધાળા પશુ ઉપર ઘણા પરીવારોની રોજી નિર્ભર હોવાથી સતત સરકારમા વેટરિનરી હરતુ ફરતુ પશુ ચિકિત્સાલય શરૂ કરવા માંગણી કરાયી હતી. ટંકારા તાલુકાનુ સૌથી મોટુ ગામડુ ગણાતા નેકનામ ગામે પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કરતી ઈમરજન્સી ઍમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨નો પ્રારંભ કરાયો હતો.
૧૯૬૨મા કોલ કરવાથી પશુઓને નિ:શુલ્ક સારવાર -સેવા પશુપાલકો ઘરે બેઠા મેળવી શકશે. નેકનામ ગામે આમ તો, ગામડાના પશુધન માટે લગભગ ત્રણ દાયકાથી જિલ્લાપંચાયત સંચાલિત પશુ ચિકિત્સાલય છે.
સારવારનો લાભ દસ ગામડાને મળશે
નેકનામ ગામે શરૂ થયેલી પશુ ચિકિત્સા વાનનો લાભ નેકનામ ઉપરાંત રોહિશાળા, વીરવાવ, સખપર, વાછકપર, જોધપર, હમીરપર, ધ્રોલિયા,ખાખરા અને બંગાવડી સહિતના ગામડા મેળવી શકશે. પશુ ઈમરજન્સી બસમા ડો.જોધરાજસિંહ સહિત સ્ટાફ નિયુકત થયો છે.સેવાનો લાભ સવાારે ૭ થી સાંજ ના ૭ સુધી મળી શકશે
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.